રવિવારે આમિર ખાને લાંબા સમયથી તેની પાર્ટનર રહેલી ગૌરી સ્પ્રૅટ સાથે લગ્ન કરી લીધાં છે.આ લગ્નના વિડિયોમાં આમિર એક વખત ખુલ્લા પગે જોવા મળે છે અને એ સમયે તેણે પગમાં પહેરેલી ચાંદીની જાડી પાયલે સૌનું ધ્યાન ખેંચ્યું છે.
આમિર ખાન (સૌજન્ય મિડડે)
રવિવારે આમિર ખાને લાંબા સમયથી તેની પાર્ટનર રહેલી ગૌરી સ્પ્રૅટ સાથે લગ્ન કરી લીધાં છે. બન્નેએ પોતાના ઘરે પરિવારજનો અને નજીકના મિત્રોની હાજરીમાં એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ આમિર અને ગૌરીએ ડાન્સ કર્યો અને એકબીજાને ભેટીને ખુશી વ્યક્ત કરી. જોકે આ દરમ્યાન ફૅન્સનું ધ્યાન આમિરના પગ તરફ ગયું, કારણ કે તેણે પોતાનાં લગ્નમાં ચાંદીની પાયલ પહેરી હતી. આમિરની આ પાયલ ફૅન્સમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ લગ્નના વિડિયોમાં આમિર એક વખત ખુલ્લા પગે જોવા મળે છે અને એ સમયે તેણે પગમાં પહેરેલી ચાંદીની જાડી પાયલે સૌનું ધ્યાન ખેંચ્યું છે.
