આ ફિલ્મમાં બૉલીવુડ સ્ટાર્સની પત્નીઓની ગ્લૅમરસ દુનિયાનાં રહસ્યો અને સંઘર્ષો પર પ્રકાશ ફેંકવામાં આવશે.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
નિર્દેશક મધુર ભંડારકરે થોડા દિવસ પહેલાં તેની આગામી ફિલ્મ ‘ધ વાઇવ્સ’ની જાહેરાત કરી હતી. આ ફિલ્મ બૉલીવુડ સ્ટાર્સની પત્નીઓના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં મૌની રૉય લીડ રોલમાં છે અને તે એક બૉલીવુડ સ્ટારની પત્નીનું પાત્ર ભજવી રહી છે. હાલમાં સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા એક વિડિયોમાં ઓરી તરીકે ઓળખાતો ઇન્ફ્લુએન્સર ઓર્હાન અવતરામાણી પણ એક મહત્ત્વના પાત્રમાં જોવા મળ્યો. આ ફિલ્મમાં બૉલીવુડ સ્ટાર્સની પત્નીઓની ગ્લૅમરસ દુનિયાનાં રહસ્યો અને સંઘર્ષો પર પ્રકાશ ફેંકવામાં આવશે.

