આદિત્ય ધરે પોતાનો દર્શનનો અનુભવ જણાવતાં કહ્યું હતું કે આજે પણ માતાજીનાં ખૂબ સારાં દર્શન થયાં
શ્રી નૈનાદેવી મંદિરમાં આદિત્ય ધર અને યામી ગૌતમ
ફિલ્મમેકર આદિત્ય ધરની લેટેસ્ટ ફિલ્મ ‘ધુરંધર’ બૉક્સ-ઑફિસ પર સારો દેખાવ કરી રહી છે ત્યારે તે પોતાની પત્ની અને ઍક્ટ્રેસ યામી ગૌતમ સાથે હિમાચલ પ્રદેશમાં આવેલી શક્તિપીઠ શ્રી નૈનાદેવી મંદિરમાં પહોંચ્યો હતો અને માતા રાનીનાં દર્શન કર્યાં હતાં. આ સમયે તેમની સાથે યામીના પરિવારજનો પણ હતા.
અહીં આદિત્ય ધરે માતાજીના દરબારમાં વિધિવત્ પૂજા સાથે કંજક પૂજન પણ કર્યું હતું. આ દર્શન પછી પોતાની લાગણી જણાવતાં તેણે કહ્યું હતું કે માતાજીનાં દર્શન કરવા આવવાથી તેને ખૂબ આત્મિક શાંતિ મળે છે તેમ જ માતા રાની દરેક મનોકામના પૂરી કરતી હોય છે એ જ કારણસર તેને વારંવાર શ્રી નૈનાદેવીના દરબારમાં આવવાનું મન થાય છે.
ADVERTISEMENT
આદિત્ય ધરે પોતાનો દર્શનનો અનુભવ જણાવતાં કહ્યું હતું કે આજે પણ માતાજીનાં ખૂબ સારાં દર્શન થયાં અને માતાજીના આશીર્વાદ હંમેશાં મારા પર રહે એવી પ્રાર્થના કરી છે.


