પ્રી-કોવિડ બૉડી પર કામ કરી રહી છે તમન્ના
તમન્ના ભાટિયા
તમન્ના ભાટિયા હાલમાં પ્રી-કોવિડ બૉડી પર કામ કરી રહી છે. તમન્ના કોરોના પૉઝિટિવ થઈ હતી. એમાંથી બહાર આવ્યા બાદ તેણે ફરી તેના શરીરને ફિટ કરવા માટે મહેનત શરૂ કરી દીધી છે. તેણે ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો હતો જેમાં તે વેઇટલિફ્ટિંગ કરતી જોવા મળી રહી હતી. કોરોના પહેલાં તેની જેવી બૉડી હતી એવી ફરી મેળવવા માટે કસરત કરીને ખૂબ જ મહેનત કરી રહી છે.