Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ! મહિલા કબડ્ડી ટીમે એશિયન ગેમ્સમાં કરી કમાલ

ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ! મહિલા કબડ્ડી ટીમે એશિયન ગેમ્સમાં કરી કમાલ

Published : 26 September, 2026 11:19 AM | IST | Nagoya
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Asian Games 2026: ભારતીય મહિલા કબડ્ડી ટીમે ૨૦૨૬ની એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીત્યો; સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ભારતીય ટીમ અજેય રહી અને શાનદાર પ્રદર્શન સાથે પોતાનો સુવર્ણ ચંદ્રક સફળતાપૂર્વક જાળવી રાખ્યો; ભારતે ફાઇનલમાં ઈરાનને હરાવ્યું

એશિયન ગેમ્સમાં મહિલા કબડ્ડીની ફાઈનલ જીત્યા બાદ ભારતીય ખેલાડીઓ (તસવીર સૌજન્યઃ એપી/પીટીઆઈ)

એશિયન ગેમ્સમાં મહિલા કબડ્ડીની ફાઈનલ જીત્યા બાદ ભારતીય ખેલાડીઓ (તસવીર સૌજન્યઃ એપી/પીટીઆઈ)


એશિયન ગેમ્સ ૨૦૨૬ (Asian Games 2026) ની ગોલ્ડ મેડલ મેચમાં ભારતીય મહિલા કબડ્ડી ટીમે (Indian Womens Kabaddi Team) દબાણ વચ્ચે શાનદાર અને સંયમિત પ્રદર્શન કરીને સુવર્ણ પદક પોતાના નામે કર્યો હતો. અત્યંત રોમાંચક અને કડક ટક્કરવાળી ફાઈનલમાં ભારત (India)એ ઈરાન (Iran)ના પડકારને ફગાવી દીધો હતો. ચૅમ્પિયન ભારતીય ટીમે ડિફેન્સ અને વ્યુહાત્મક નિયંત્રણ દર્શાવતા ઈરાન સામે ૩૭-૩૪થી વિજય મેળવીને ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો હતો.

જાપાન (Japan)ના તોકાઈ સિટીઝન જિમ્નેશિયમ (Tokai Citizen Gymnasium) ખાતે શનિવારે યોજાયેલી એશિયન ગેમ્સ ૨૦૨૬ની ગોલ્ડ મેડલ મેચમાં ભારતીય મહિલા કબડ્ડી ટીમે શાનદાર રક્ષણાત્મક રમત (ડિફેન્સ) બતાવીને ઈરાનના જોરદાર વાપસીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. અત્યંત તંગદિલ અને રોમાંચક ફાઈનલ મુકાબલામાં ભારતે ઈરાન સામે ૩૭-૩૪થી વિજય મેળવીને એશિયન ગેમ્સમાં પોતાનો ચોથો ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો.  



પ્રથમ હાફમાં ભારતે મેળવી મજબૂત સરસાઈ


ફાઈનલ મેચની શરૂઆતથી જ બંને એશિયન જાયન્ટ્સ વચ્ચે કડક ટક્કર જોવા મળી હતી. બંને ટીમોએ તીક્ષ્ણ રેડિંગ અને શિસ્તબદ્ધ ટેકલિંગનું પ્રદર્શન કર્યું હતું. પ્રથમ હાફમાં જ ઈરાની ટીમને મહત્વપૂર્ણ `ઓલ-આઉટ` કરીને ભારતે મજબૂત લીડ મેળવી લીધી હતી.

ભારતીય રેડર્સે ઝડપી હેન્ડ ટચ અને બોનસ પોઈન્ટ્સ મેળવીને ઈરાનને શરૂઆતમાં બેકફૂટ પર ધકેલી દીધું હતું. જોકે, ઈરાની ટીમના ડિફેન્ડર્સે પણ સારું પ્રદર્શન કરીને ભારતને પોઈન્ટની બાબતમાં બહુ આગળ વધવા દીધું નહોતું.


બીજા હાફમાં ઈરાનનો પલટવાર, છેલ્લી મિનિટોમાં હાઈ-વોલ્ટેજ ડ્રામાબીજા હાફમાં ઈરાની ટીમે વાપસી કરવા માટે આક્રમક વ્યૂહરચના અપનાવી હતી. ઈરાને મેચના ઉત્તરાર્ધમાં મજબૂત ટેકલિંગ કરીને ભારતને ઓલ-આઉટ કર્યું હતું અને પોઈન્ટ વચ્ચેનું અંતર ઝડપથી ઘટાડી દીધું હતું.

મેચની છેલ્લી એક મિનિટ બાકી હતી ત્યારે ભારત પાસે માત્ર ત્રણ પોઈન્ટની સરસાઈ હતી. ઈરાની રેડરે મલ્ટી-પોઈન્ટ મેળવવા માટે આખરી રેડ કરી હતી, પરંતુ ભારતીય ડિફેન્સે સંયુક્ત `ચેન ટેકલ` કરીને ઈરાની રેડર આયનાઝને આઉટ કરી દીધી હતી. આ સાથે જ ભારતે ૩૭-૩૪થી મેચ પોતાના નામે કરી લીધી હતી.

એશિયન કબડ્ડીમાં ભારતનું વર્ચસ્વ અકબંધ

એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા કબડ્ડી ટીમનો આ ચોથો ગોલ્ડ મેડલ છે. આ અગાઉ ભારતે ૨૦૧૦, ૨૦૧૪ અને હાંગઝોઉ એશિયન ગેમ્સમાં પણ સુવર્ણ પદક જીત્યા હતા. માત્ર ૨૦૧૮ની જર્કાતા એશિયન ગેમ્સમાં ઈરાને ભારતને ૨૭-૨૪થી હરાવીને ગોલ્ડ જીત્યો હતો.

સ્પર્ધાના ૮મા દિવસે આ વિજય સાથે જ ભારતના મેડલ ટેલીમાં વધુ એક સુવર્ણ ઉમેરાયું છે. આ જ દિવસે સાવન બારવાલ દ્વારા પુરુષોની મેરેથોનમાં સિલ્વર મેડલ અને જોશના ચિનપ્પા તથા વેલવન સેન્થિલકુમાર દ્વારા સ્કવોશમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં આવ્યો હતો. આ ભવ્ય જીત બાદ ભારતીય ખેલોડીઓ અને ચાહકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

26 September, 2026 11:19 AM IST | Nagoya | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK