Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઘરની બહાર ફાયરિંગ બાદ સખત સલામતી વ્યવસ્થા વચ્ચે મુંબઈ બહાર ઊપડ્યો સલમાન

ઘરની બહાર ફાયરિંગ બાદ સખત સલામતી વ્યવસ્થા વચ્ચે મુંબઈ બહાર ઊપડ્યો સલમાન

20 April, 2024 07:12 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સલમાન ખાન ચુસ્ત સુરક્ષાબંદોબસ્ત સાથે મુંબઈની બહાર ઊપડ્યો છે. એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે

સલમાન ખાન

સલમાન ખાન


સલમાન ખાનના ઘરની બહાર તાજેતરમાં જ વહેલી સવારે ગોળીબાર કરવામાં આવ્યો હતો. એ ઘટના બાદ સલમાન ખાન ચુસ્ત સુરક્ષાબંદોબસ્ત સાથે મુંબઈની બહાર ઊપડ્યો છે. એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. રવિવારે સવારે પાંચ વાગ્યે બે બાઇકસવારોએ સલમાનના બાંદરાના ગૅલેક્સી અપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કરી હતી. આ ઘટના બાદથી તેનો પરિવાર ચિંતિત થઈ ગયો છે. પોલીસે એ બે વ્યક્તિઓની ધરપકડ કરી લીધી છે અને વધુ પૂછપરછ શરૂ કરી છે. સલમાનને અગાઉ પણ ધમકીઓ મળી ચૂકી છે અને તેની સલામતી-વ્યવસ્થા વધારવામાં આવી છે. સલમાને ઈદ દરમ્યાન તેની આગામી ફિલ્મ ‘સિકંદર’ની જાહેરાત કરી હતી. એનું શૂટિંગ ટૂંક સમયમાં તે શરૂ કરવાનો છે. 


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2024 07:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK