આ ફિલ્મની સ્ક્રિપ્ટ લગભગ તૈયાર છે અને મેકર્સ હવે એના શૂટિંગ માટે જરૂરી પ્લાનિંગ કરી રહ્યા છે
ડિરેક્ટર ઍટલીની ‘જવાન’ એક સુપરહિટ ઍક્શન ફિલ્મ હતી
શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’ ૨૪ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. શાહરુખ હાલમાં આ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. હવે રિપોર્ટ મળ્યો છે કે શાહરુખ ‘કિંગ’ પછી પોતાની બ્લૉકબસ્ટર ફિલ્મ ‘જવાન’ની સીક્વલ એટલે કે ‘જવાન 2’ પર કામ શરૂ કરી શકે છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મની સ્ક્રિપ્ટ લગભગ તૈયાર છે અને મેકર્સ હવે એના શૂટિંગ માટે જરૂરી પ્લાનિંગ કરી રહ્યા છે. ડિરેક્ટર ઍટલીની ‘જવાન’ એક સુપરહિટ ઍક્શન ફિલ્મ હતી અને સીક્વલમાં પણ ધમાકેદાર ઍક્શન હશે એવું માનવામાં આવે છે.
