Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ક્રાઇમ પૅટ્રોલની નવી સીઝનમાં અનુપ સોનીને બદલે અજય દેવગન

ક્રાઇમ પૅટ્રોલની નવી સીઝનમાં અનુપ સોનીને બદલે અજય દેવગન

Published : 11 August, 2026 08:24 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોની ટીવીના ‘ક્રાઇમ પૅટ્રોલ’ની નવી સીઝનમાં અજય દેવગન નૅરેટરની ભૂમિકામાં જોવા મળશે. અહેવાલ મુજબ અજયે શોના પ્રોમોનું શૂટિંગ પણ પૂર્ણ કરી લીધું છે.

અજય દેવગન અને અનુપ સોની

અજય દેવગન અને અનુપ સોની


સોની ટીવી ‘ક્રાઇમ પૅટ્રોલ’ની નવી સીઝન શરૂ કરવાની તૈયારીમાં છે. જોકે આ વખતે શોના ચાહકો માટે સૌથી મોટું સરપ્રાઇઝ એ છે કે અજય દેવગન નૅરેટરની ભૂમિકામાં જોવા મળશે. એક રિપોર્ટ મુજબ અજયે શોના પ્રોમોનું શૂટિંગ પણ કરી લીધું છે. ‘ક્રાઇમ પૅટ્રોલ’ની નવી સીઝન આગામી મહિને શરૂ થવાની શક્યતા છે. 
મળતી માહિતી પ્રમાણે આ સીઝનમાં અપરાધની નવી અને અલગ-અલગ વાર્તાઓ દર્શાવવામાં આવશે. સાથે જ છેલ્લાં કેટલાક વર્ષોમાં અપરાધ કરવાની રીતોમાં કેવા ફેરફારો આવ્યા છે એ પણ બતાવવામાં આવશે.
અજય પણ ‘ક્રાઇમ પૅટ્રોલ’ જેવા લોકપ્રિય શોનો હિસ્સો બનવા માટે ખૂબ ઉત્સાહિત છે. અજયે શૂટ કરેલો પ્રોમો નિર્માતાઓ ટૂંક સમયમાં રિલીઝ કરશે. ‘ક્રાઇમ પૅટ્રોલ’ બે દાયકાથી પણ વધુ સમયથી સોની ટીવી પર પ્રસારિત થઈ રહ્યો છે. આ શોનું પ્રથમ પ્રસારણ ૨૦૦૩ની ૯ મેએ થયું હતું. એમાં વાસ્તવિક જીવનના અપરાધના કિસ્સાઓને નાટકીય અંદાજમાં રજૂ કરીને એની પાછળની હકીકતો દર્શાવવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2026 08:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK