Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્ર પોલીસની સાઇબર ગુનેગારો વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઇક

મહારાષ્ટ્ર પોલીસની સાઇબર ગુનેગારો વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઇક

Published : 11 August, 2026 09:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૭૦૦ કરોડ રૂપિયાથી વધુ રકમ બચાવવામાં આવી, ઑપરેશન 1930 હેઠળ ૮૦૩ ગુના દાખલ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્ર પોલીસે સાઇબર નાણાકીય ઠગાઈ આચરતી ટોળકીઓ અને એમને મદદ કરતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ સામે આક્રમક ઝુંબેશ ચલાવીને નાગરિકોની ૧૭૦૦ કરોડ રૂપિયાથી વધુ રકમ સાઇબર ફ્રૉડથી બચાવી લેવાઈ છે. સાઇબર ગુનાઓની નોડલ એજન્સી મહારાષ્ટ્ર સાઇબર દ્વારા પહેલી જુલાઈથી શરૂ કરાયેલા ‘ઑપરેશન 1930 : સાઇબર સેફ્ટી’ હેઠળ પોલીસે રાજ્યભરમાં સક્રિયપણે ૮૦૩ જેટલા ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યા છે. ચાલુ વર્ષ ૨૦૨૬ના પ્રથમ ૭ મહિનામાં જ રાજ્ય પોલીસે સાઇબર ગુના સંબંધિત બે લાખથી વધુ ફરિયાદો પર કાર્યવાહી કરી છે.
પોલીસ-અધિકારીઓના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે ફરિયાદ બાદ ગુનો નોંધાતો હોય છે, પરંતુ આ ઑપરેશન હેઠળ પોલીસે પ્રોઍક્ટિવ FIR દાખલ કરવાની વ્યૂહરચના અપનાવી છે જે અંતર્ગત સાઇબર ઠગાઈ માટે વપરાતાં મ્યુલ અકાઉન્ટ્સ એટલે કે ભાડે રાખેલાં બૅન્ક-ખાતાં, બોગસ ચેક, ATM ઉપાડ તેમજ શંકાસ્પદ સિમ કાર્ડ અને પૉઇન્ટ ઑફ સેલ (PoS) વિક્રેતાઓ પર સીધી કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે.
ડેટા ઍનૅલિસિસ દરમ્યાન ૫૭ બૅન્કોમાં ફેલાયેલાં ૨૭૧૭ પ્રથમ સ્તરનાં (લેયર-૧) મ્યુલ અકાઉન્ટ્સ મળી આવ્યાં હતાં જે ૧૨.૫૭ કરોડ રૂપિયાના વિવાદાસ્પદ વ્યવહારો સાથે જોડાયેલાં છે. આ ઉપરાંત ૮૯.૩૦ કરોડ રૂપિયાના ચેક વિધડ્રૉઅલ સાથે સંકળાયેલાં ૩૫૯૭  ખાતાં તથા ૭૦.૧૪ કરોડ રૂપિયાની છેતરપિંડી સાથે જોડાયેલાં ૧૭,૦૧૪ બૅન્ક-ખાતાં અને ૧૦,૦૭૫ ATM ID શોધી કાઢવામાં આવ્યાં છે. વિવિધ સાઇબર ફરિયાદોમાં વપરાયેલાં ૫૬૮૪ શંકાસ્પદ સિમ કાર્ડ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.

૭ મહિનામાં આ‍ૅનલાઇન ઠગાઈથી ૫૧૪.૩૬ કરોડ રૂપિયા બચાવ્યા 
હાલ 1930 સાઇબર હેલ્પલાઇન પર પ્રતિદિન ૮૦૦૦થી ૧૦,૦૦૦ કૉલ્સ આવી રહ્યા છે અને એનો રિસ્પૉન્સરેટ ૧૦૦ ટકા રહ્યો છે. સમયસર કૉલ ટ્રેસ કરીને અને ખાતાં ફ્રીઝ કરીને પોલીસે ચાલુ વર્ષ ૨૦૨૬ના ૭ મહિનામાં ૫૧૪.૩૬ કરોડ રૂપિયાથી વધુની રકમ ઑનલાઇન ઠગાઈથી બચાવી છે. વધુમાં નવા બનાવેલા મની રિસ્ટોરેશન મૉડ્યુલ (MRM) હેઠળ અદાલતના આદેશ વિના જ પ્રતિ ખાતા ૫૦,૦૦૦ રૂપિયા સુધીની રકમ પીડિતોને પાછી આપવાની જોગવાઈ કરવામાં આવી છે જે અંતર્ગત પહેલી જુલાઈથી અત્યાર સુધીમાં ૨૫.૪૬ કરોડ રૂપિયાથી વધુની રકમ ફરિયાદીને પાછી અપાવવામાં આવી હોવાનું જાણવા મળે છે.


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2026 09:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK