અક્ષય કુમારે પોતાનો એક અદ્ભુત ફોટો શૅર કરીને એની સાથે ફિલોસૉફિકલ વાત લખી હતી
અક્ષય કુમાર
ગઈ કાલે નવા વર્ષના પહેલા દિવસે અક્ષય કુમારે પોતાનો એક અદ્ભુત ફોટો શૅર કરીને એની સાથે ફિલોસૉફિકલ વાત લખી હતી. માથે ટોપી પહેરીને પોતે સંતરાના ઝાડ નીચે બેઠો છે એવો ફોટો અક્ષયે પોસ્ટ કર્યો હતો અને સાથે લખ્યું હતું : આ ઑરેન્જ ટ્રીની નીચે બેસીને મારી જાતને એ વાતની યાદ દેવડાવી કે વિકાસ થવામાં સમય લાગે છે અને ફળ ત્યારે જ મળે છે જ્યારે એ તૈયાર હોય છે.


