‘ઇક્કા 2’ હજુ રાઇટિંગ સ્ટેજમાં હોવાથી આગામી વર્ષે એનું પ્રોડક્શન શરૂ થવાની શક્યતા છે તેમ જ સનીની ભૂમિકા વિશેની માહિતી હાલ ગુપ્ત રાખવામાં આવી છે.
અક્ષય ખન્ના
સની દેઓલ અને અક્ષય ખન્નાની ફિલ્મ ‘ઇક્કા’ની સીક્વલ ‘ઇક્કા 2’નું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જોકે ફિલ્મની સીક્વલ હજુ શરૂઆતના તબક્કામાં છે. માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ફ્રૅન્ચાઇઝીને નવી દિશામાં લઈ જશે. જોકે પહેલી ફિલ્મમાં સની સાથે જોવા મળેલો અક્ષય સીક્વલનો ભાગ નહીં હોય. સીક્વલ પહેલી ફિલ્મની વાર્તાને આગળ વધારવાને બદલે એકદમ નવી વાર્તા રજૂ કરશે.
‘બૉર્ડર’માં સાથે કામ કર્યાના લગભગ ત્રણ દાયકા બાદ ‘ઇક્કા’માં સની અને અક્ષય ફરી એકસાથે જોવા મળ્યા હતા અને દર્શકોએ ફિલ્મને સારો પ્રતિસાદ આપ્યો હતો. ‘ઇક્કા 2’ હજુ રાઇટિંગ સ્ટેજમાં હોવાથી આગામી વર્ષે એનું પ્રોડક્શન શરૂ થવાની શક્યતા છે તેમ જ સનીની ભૂમિકા વિશેની માહિતી હાલ ગુપ્ત રાખવામાં આવી છે.
