Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૧૫ વર્ષના ટીનેજ પુત્રને બાઇક ચલાવવા આપનારા પિતા સામે પોલીસે ગુનો નોંધ્યો

૧૫ વર્ષના ટીનેજ પુત્રને બાઇક ચલાવવા આપનારા પિતા સામે પોલીસે ગુનો નોંધ્યો

Published : 10 October, 2026 01:59 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સરફરાઝ કાદરી વિરુદ્ધ જાહેર રસ્તા પર બેફામ વાહન ચલાવવા અને મોટર વ્હીકલ્સ ઍક્ટની અન્ય સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


સાકીનાકા પોલીસે ૪૨ વર્ષના વેપારી વિરુદ્ધ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યો છે. તેમણે તેમના ૧૫ વર્ષના દીકરાને મોટરસાઇકલ ચલાવવાની મંજૂરી આપી હતી, જ્યારે તેઓ જાણતા હતા કે તે સગીર હોવાને કારણે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે પાત્ર નથી.

અંધેરી-ઈસ્ટના સાકીનાકા વિસ્તારમાં પૅટ્રોલિંગ કરી રહેલી પોલીસને સાકી વિહાર રોડ પર બુધવારે સવારે ૧૧.૫૫ વાગ્યે એક છોકરો બેફામ અને વધુ ઝડપે મોટરસાઇકલ ચલાવતો જોવા મળ્યો હતો. પોલીસે તેને અટકાવ્યો ત્યારે જાણવા મળ્યું કે તે ૧૫ વર્ષનો છે અને તેની પાસે લાઇસન્સ નથી. પોલીસે તેના પિતા સરફરાઝ કાદરીનો સંપર્ક કર્યો. તેઓ જાણતા હતા કે તેમનો પુત્ર સગીર છે એમ છતાં તેમણે તેને મોટરસાઇકલ વાપરવાની મંજૂરી આપી હતી. ત્યાર બાદ સરફરાઝ કાદરી વિરુદ્ધ જાહેર રસ્તા પર બેફામ વાહન ચલાવવા અને મોટર વ્હીકલ્સ ઍક્ટની અન્ય સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.



આ ઘટના અગાઉ બાંદરા પોલીસે ચિંચબંદર (ડોંગરી)ના રહેવાસી અલ્તાફ સિદ્દીકી હિંગોરા વિરુદ્ધ પણ કેસ નોંધ્યો હતો, કારણ કે તેમણે તેમના ૧૭ વર્ષના પુત્રને તેમના નામે નોંધાયેલું સ્કૂટર ચલાવવાની મંજૂરી આપી હતી.


Whatsapp-channel Whatsapp-channel

10 October, 2026 01:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK