ફિલ્મના કાસ્ટિંગ-ડિરેક્ટર મુકેશ છાબડાએ જણાવ્યું હતું કે ફિલ્મને મળી રહેલી સફળતાના મામલે અક્ષયે તેની સામે એક વખત સાવ ટૂંકો પ્રતિભાવ આપ્યો હતો
અક્ષય ખન્ના ફિલ્મમાં
ફિલ્મ ‘ધુરંધર’માં અક્ષય ખન્નાએ ભજવેલા રહમાન ડકૈતના પાત્રની જોરદાર પ્રશંસા થઈ રહી છે, પણ અક્ષયે પોતે આ વિશે હજી સુધી જાહેરમાં કોઈ નિવેદન આપ્યું નથી. જોકે ફિલ્મના કાસ્ટિંગ-ડિરેક્ટર મુકેશ છાબડાએ જણાવ્યું હતું કે ફિલ્મને મળી રહેલી સફળતાના મામલે અક્ષયે તેની સામે એક વખત સાવ ટૂંકો પ્રતિભાવ આપ્યો હતો.

ADVERTISEMENT
મુકેશ છાબડા
એક ઇન્ટરવ્યુમાં મુકેશ છાબડાએ અક્ષય ખન્નાની ઍક્ટિંગની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે ‘અક્ષય ખન્નાનો અંદાજ એટલો અલગ છે કે તેની ઍક્ટિંગની પોતાની આગવી સ્ટાઇલ છે. તે જે કંઈ કરે છે એમાં પોતાની લાગણી ભરી દે છે. તે એટલી સચ્ચાઈથી અભિનય કરે છે કે લોકો તેને તરત પસંદ કરી લે છે. જોકે આ સફળતાની અક્ષય પર ખાસ અસર નથી પડી. મેં જ્યારે આ મામલે તેની સાથે વાત કરી ત્યારે તેણે ફક્ત એટલું જ કહ્યું કે હા, મજા આવી. જ્યારે હું સેટ પર હતો ત્યારે મેં તેની કામ કરવાની પ્રોસેસ જોઈ છે. તે પોતાની જ દુનિયામાં રહે છે અને પોતાની ઑરા જાળવી રાખે છે. મને લાગે છે કે એ જ જાદુ તેના કામમાં દેખાય છે.’


