રણબીર કપૂરે પૂછેલા આ સવાલનો ૧૧ વર્ષ પહેલાં શું જવાબ આપેલો આલિયા ભટ્ટે?
રણબીર અને આલિયા
આલિયા ભટ્ટની બત્રીસમી વર્ષગાંઠ નિમિત્તે ત્યારે રણબીર અને આલિયાનાની લવ સ્ટોરીનો એક રસપ્રદ કિસ્સો જાહેર થયો છે. સામાન્ય રીતે કપૂરપરિવારમાં લગ્ન કર્યા પછી હિરોઇને પોતાની કરીઅર છોડી દેવી પડે છે, પણ આલિયાની કરીઅર લગ્ન અને દીકરી રાહાના જન્મ પછી પણ પૂરપાટ દોડી રહી છે.
હકીકતમાં ૨૦૧૪માં આલિયા પોતાની ફિલ્મ ‘હાઇવે’નું પ્રમોશન કરી રહી હતી ત્યારે એક પ્રમોશન દરમ્યાન તેનું અને રણબીર કપૂરનું એક સેશન રાખવામાં આવ્યું હતું. આ સેશનમાં રણબીરે ફિલ્મની લીડ ઍક્ટ્રેસ આલિયા સાથે અનેક મુદ્દાઓની ચર્ચા કરી હતી અને સાથે સવાલ પણ કરી લીધો હતો કે શું તારે લગ્ન કરવા માટે કરીઅર છોડવી પડે તો તું કરીઅર છોડી દઈશ?
ADVERTISEMENT
આ સવાલનો જવાબ આપતાં આલિયાએ કહ્યું હતું કે ‘હું કદાચ આખું જીવન ઍક્ટિંગ નહીં કરી શકું પણ મારાથી શક્ય હશે ત્યાં સુધી હું ઍક્ટિંગ કરીશ. જો કોઈ વ્યક્તિ એવી હશે જે એવી ઇચ્છા કરશે કે તેની સાથે લગ્ન કરવા માટે હું ઍક્ટિંગ છોડી દઉં તો હું કહી દઈશ કે તમે તમારા માટે બીજી છોકરી શોધી લો, કારણ કે તમે જેને શોધી રહ્યા છો એ હું નથી.’
આ પછી તો ‘બ્રહ્માસ્ત્ર’ના શૂટિંગ વખતે રણબીર અને આલિયાની રિલેશનશિપ શરૂ થઈ અને ૨૦૨૨માં તેમણે લગ્ન કરી લીધાં. લગ્ન પછી પણ આલિયાએ કપૂરપરિવારની પરંપરા પ્રમાણે કામ કરવાનું બંધ નથી કર્યું. રણબીર અને આલિયા દીકરી રાહાના પેરન્ટ્સ છે અને શાંતિપૂર્વક જીવન પસાર કરી રહ્યાં છે.

