આલિયા ભટ્ટે ૩ વર્ષની દીકરી માટેનું પોતાનું ફ્યુચર પ્લાનિંગ શૅર કર્યું, હું ખરેખર ઇચ્છું છું કે તે એક ઍથ્લીટ બને. તે ખૂબ સ્પર્ધાત્મક છે અને ખૂબ ઍથ્લેટિક પણ છે. તે હાલમાં માત્ર ત્રણ વર્ષની છે.
હું ઇચ્છું છું કે મારી દીકરી રાહા મોટી થઇને ઍથ્લીટ બને
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર દીકરી રાહા સાથે પોતાના જીવનનો સૌથી સુંદર સમય જીવી રહ્યાં છે. હાલમાં આલિયાએ ખુલાસો કર્યો છે કે તે ઇચ્છે છે કે રાહા મોટી થઈને એક ઍથ્લીટ બને.
આલિયાએ પોતાની આ ઇચ્છા પાછળનું કારણ જણાવતાં કહ્યું હતું કે ‘રાહા ખૂબ નાની હોવા છતાં ઘણી ઍથ્લેટિક અને સ્પર્ધાત્મક સ્વભાવની છે. તેના કારણે પરિવારના દરેક સભ્યને લાગે છે કે તે ભવિષ્યમાં એક સારી ઍથ્લીટ બની શકે છે. હું ખરેખર ઇચ્છું છું કે તે એક ઍથ્લીટ બને. તે ખૂબ સ્પર્ધાત્મક છે અને ખૂબ ઍથ્લેટિક પણ છે. તે હાલમાં માત્ર ત્રણ વર્ષની છે, પરંતુ તે નાની મધમાખીની જેમ આખો દિવસ અહીંથી ત્યાં દોડતી અને ઊછળકૂદ કરતી રહે છે.’
