Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સ્પાય ફિલ્મ છે કે સ્વિમવેઅર કૅલેન્ડર?

સ્પાય ફિલ્મ છે કે સ્વિમવેઅર કૅલેન્ડર?

Published : 04 July, 2026 02:19 PM | Modified : 04 July, 2026 02:50 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આલ્ફાના આલિયા ભટ્ટ અને શર્વરીના બિકિની-સીનની સોશ્યલ મીડિયામાં ટીકા થઈ રહી છે, આલિયા ભટ્ટ અને શર્વરીની સ્પાય થ્રિલર ફિલ્મ ‘આલ્ફા’ ગઈ કાલે રિલીઝ થઈ છે.

સ્પાય ફિલ્મ છે કે સ્વિમવેઅર કૅલેન્ડર?

અજબ ગજબ

સ્પાય ફિલ્મ છે કે સ્વિમવેઅર કૅલેન્ડર?


આલિયા ભટ્ટ અને શર્વરીની સ્પાય થ્રિલર ફિલ્મ ‘આલ્ફા’ ગઈ કાલે રિલીઝ થઈ છે. આ ફિલ્મ રિલીઝ થયા બાદ લીડ ઍક્ટ્રેસના બિકિની સીન સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં નિર્માતાઓને ભારે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહેલી ક્લિપમાં શર્વરી અને આલિયા સ્વિમવેઅરમાં જોવા મળે છે. વિડિયોમાં શર્વરી ટૂ-પીસ બિકિનીમાં પાણીમાંથી બહાર આવતી જોવા મળે છે અને પોતાની ફિટ બૉડી ફ્લૉન્ટ કરતી નજરે પડે છે જ્યારે આલિયા કાળા રંગનાં શૉર્ટ્સ અને બિકિની ટૉપ સાથે દેખાય છે.

સોશ્યલ મીડિયાના એક વર્ગે સ્પાય થ્રિલર ફિલ્મમાં બિકિની-સીન સામેલ કરવા બદલ નિર્માતાઓની ટીકા કરી છે. કેટલાક લોકોનું કહેવું છે કે સ્પાય ફિલ્મમાં આવાં દૃશ્યોની કોઈ જરૂર નહોતી, જ્યારે કેટલાકે તો કમેન્ટ કરી હતી કે આ સ્પાય થ્રિલર ફિલ્મ લાગવાને બદલે સ્વિમવેઅર કૅલેન્ડર લાગે છે.



આલ્ફામાં પ્રેક્ષકોએ પકડી પાડ્યો હૃતિક રોશનનો હેર-પૅચ


આલિયા ભટ્ટ અને શર્વરી અભિનીત ‘આલ્ફા’ થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મનાં અનેક દૃશ્યો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યાં છે જેમાં હૃતિક રોશનના કૅમિયોવાળા દૃશ્યે સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે. હવે આ દૃશ્યને લઈને અભિનેતાના વાળ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે, કારણ કે પ્રેક્ષકોએ એમાં હૃતિકનો હેર-પૅચ પકડી પાડ્યો છે.


આ વિડિયોમાં હૃતિક જ્યારે લડાઈ માટે ઊભો થાય છે અને તેનો લુક સામે આવે છે ત્યારે તેના વાળ હવામાં લહેરાતા દેખાય છે અને પછી તે પોતાના અંદાજમાં દુશ્મનો સામે ઍક્શન કરતો જોવા મળે છે. આ દૃશ્ય જોઈને ઘણા લોકોને હૃતિકની હેરલાઇન અસ્વાભાવિક લાગી રહી છે અને તેનું હેર-ટ્રાન્સપ્લાન્ટ અથવા હેર-પૅચ સ્પષ્ટ દેખાય છે. આ સિવાય કેટલાક લોકોએ એવો પણ દાવો કર્યો કે ફિલ્મમાં હૃતિકે વિગનો ઉપયોગ કર્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

04 July, 2026 02:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK