Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અમિતાભ બચ્ચને ઈરાની ગાયિકાએ ફારસી ભાષામાં ગાયેલું ભક્તિગીત શૅર કર્યું

અમિતાભ બચ્ચને ઈરાની ગાયિકાએ ફારસી ભાષામાં ગાયેલું ભક્તિગીત શૅર કર્યું

Published : 18 May, 2026 11:03 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમિતાભે શૅર કરેલું આ ગીત ઈરાની ગાયિકાએ ગાયું છે અને એમાં ઈરાનમાં આવેલા મંદિરની ઝલક પણ જોવા મળે છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


અમિતાભ બચ્ચન હંમેશાં સોશ્યલ મીડિયા પર ચાહકો સાથે જોડાયેલા રહે છે. હાલમાં અમિતાભે પોતાના સોશ્યલ મીડિયામાં વિદેશી ધરતી પર આવેલા ૧૩૪ વર્ષ જૂના મંદિર વિશે માહિતી શૅર કરી હતી. આ સાથે જ તેમણે ભગવાન વિષ્ણુ પર આધારિત ફારસી ભાષાનું ૩ મિનિટ ૮ સેકન્ડનું એક ભક્તિગીત પણ શૅર કર્યું હતું. અમિતાભે શૅર કરેલું આ ગીત ઈરાની ગાયિકાએ ગાયું છે અને એમાં ઈરાનમાં આવેલા મંદિરની ઝલક પણ જોવા મળે છે.

આ વિડિયો શૅર કરતાં અમિતાભે લખ્યું છે, ‘ઈરાનના અબ્બાસ બંદરમાં આવેલું પ્રાચીન હિન્દુ વિષ્ણુ મંદિર વર્ષ ૧૮૯૨માં બનાવવામાં આવ્યું હતું. આ મંદિરનું નિર્માણ કજર યુગ દરમ્યાન કરવામાં આવ્યું હતું. આ મંદિર શહેરમાં કાર્યરત ભારતીય હિન્દુ વેપારીઓ માટે બનાવવામાં આવ્યું હતું. આ ગીત ફારસી ભાષામાં છે.’


Whatsapp-channel Whatsapp-channel

18 May, 2026 11:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK