° °

આજનું ઇ-પેપર
Wednesday, 27 October, 2021


અમિતાભ બચ્ચને ક્રિકેટ રમતી થ્રોબેક તસવીર કરી શેર, કેપ્શનમાં એવું લખ્યું કે.. 

23 September, 2021 03:08 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અમિતાભે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોતાની એક થ્રોબેક તસવીર શેર કરી છે.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

બૉલિવૂડ અભિનેતા અને બિગ બી તરીકે ઓળખાતાં અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે, તેઓ વારંવાર તેમના વિચારો, ફોટા અને વીડિયો ચાહકો સાથે શેર કરતા રહે છે. તેની પોસ્ટને ચાહકોનો ઘણો પ્રેમ પણ મળે છે. હાલમાં અમિતાભે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોતાની એક થ્રોબેક તસવીર શેર કરી છે. આ બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર સાથે અમિતાભ બચ્ચને એક રમુજી કેપ્શન પણ લખ્યું છે.

આ તસવીરમાં અમિતાભ બચ્ચન ક્રિકેટ રમતા જોવા મળી રહ્યા છે. પરંતુ અમિતાભની લંબાઈ સામે બેટ થોડું ટૂંકું થઈ ગયું છે. તસવીરમાં જોઈ શકાય છે કે, અમિતાભના ચહેરા પરનું સ્મિત પણ કહી રહ્યું છે કે તેમનું બેટ કદમાં થોડું નાનું હતું. તસવીર શેર કરતી વખતે તેમણે લખ્યું કે, `શોટની તૈયારી કરી રહ્યા છીએ, આ સમય દરમિયાન લોકેશન પર ક્રિકેટ રમીને. કાશ્મીરમાં મિસ્ટર નટવરલાલનું શૂટિંગ. મને લાગે છે કે બેટ થોડું ટૂંકું પડ્યુ.` 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)

બિગ બીની આ તસવીર પર એક કલાકમાં એક લાખથી વધુ લાઈક્સ આવી છે. તેની આ તસવીરને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. નોંધનીય છે કે, અમિતાભ 70-80ના દાયકા જેવી ફિલ્મોમાં હજુ પણ સક્રિય છે. હાલમાં તેઓ KBC ને હોસ્ટ કરી રહ્યાં છે. 

23 September, 2021 03:08 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

સોનમનું ડિજિટલ ડેબ્યુ ખતરામાં

‘બ્લાઇન્ડ’ થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવશે કે ઑનલાઇન એનો નિર્ણય આવતા મહિને લેવાશે

26 October, 2021 05:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

ગોવિંદાએ કરવા ચૌથ નિમિત્તે વાઇફને લક્ઝુરિયસ ગિફ્ટ આપી

વાઇફ સુનીતા આહુજાને કાર ગિફ્ટ કરી છે અને એનો ફોટો ગોવિંદાએ શૅર કર્યો છે

26 October, 2021 05:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

શરવરીની ‘દોસ્તાના’ મોમેન્ટ

શરવરીનું કહેવું છે કે તેને ‘બંટી ઔર બબલી 2’માં ‘દોસ્તાના’ મોમેન્ટ ક્રીએટ કરવાની તક મળી હતી

26 October, 2021 05:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK