૨૬ વર્ષ પહેલાં તેમણે ઋતુપર્ણો ઘોષની ફિલ્મ ‘બારીવાલી’માં અભિનય કર્યો હતો. અનુપમ ખેરની કંપની ‘અનુપમ ખેર સ્ટુડિયો’, ‘ફ્રેન્ડ્સ કમ્યુનિકેશન’ અને નિર્માતા ફિરદૌસુલ હસન સાથે મળીને નવી બંગાળી ફિલ્મનું નિર્માણ કરશે.
ગઈ કાલે કલકત્તામાં બંગાળી ફિલ્મ ‘શુરુ થેકે શુરુ’ની ઇવેન્ટ દરમ્યાન અનુપમ ખેર, રાહુલ બોઝ, BJPનાં વિધાનસભ્ય રૂપા ગાંગુલી અને અન્યો.
અનુપમ ખેર હવે ૨૬ વર્ષ પછી ફરી એક વાર બંગાળી ફિલ્મોમાં કામ કરવા જઈ રહ્યા છે. ૨૬ વર્ષ પહેલાં તેમણે ઋતુપર્ણો ઘોષની ફિલ્મ ‘બારીવાલી’માં અભિનય કર્યો હતો. અનુપમ ખેરની કંપની ‘અનુપમ ખેર સ્ટુડિયો’, ‘ફ્રેન્ડ્સ કમ્યુનિકેશન’ અને નિર્માતા ફિરદૌસુલ હસન સાથે મળીને નવી બંગાળી ફિલ્મનું નિર્માણ કરશે. આ ફિલ્મનું નામ ‘શુરુ થેકે શુરુ’ રાખવામાં આવ્યું છે.
આ ફિલ્મ વિશે વાત કરતાં અનુપમ ખેરે જણાવ્યું હતું કે ‘૨૬ વર્ષ પહેલાં મેં પ્રખ્યાત નિર્દેશક ઋતુપર્ણો ઘોષ સાથે મળીને ‘બારીવાલી’ નામની બંગાળી ફિલ્મ બનાવી હતી. હવે નવી ફિલ્મની શરૂઆત પણ એ જ સ્થળેથી કરી રહ્યા છીએ. હું માત્ર ફિલ્મો જ નહીં બનાવું, પશ્ચિમ બંગાળમાં એક ઍક્ટિંગ સ્કૂલ શરૂ કરવાની પણ યોજના છે. હું બંગાળી સંગીત, સિનેમા તેમ જ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, સત્યજિત રે અને મૃણાલ સેન જેવાં મહાન વ્યક્તિત્વો પાસેથી ઘણું શીખ્યો છું.’
