અનુપમ ખેર માતાને ગિફ્ટ આપ્યા પછી તેમનો ઉત્સાહ જોઈને ઇમોશનલ થઈ ગયા
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
અનુપમ ખેર સોશ્યલ મીડિયા પર અવારનવાર માતા દુલારી ખેર સાથેના પોતાના વિડિયો પોસ્ટ કરતા રહે છે. હાલમાં અનુપમે માતાને એક સુંદર પર્સ ગિફ્ટમાં આપ્યું હતું. આ ગિફ્ટ મળ્યા પછી દુલારી ખેર બહુ ઉત્સાહમાં આવી ગયાં હતાં અને તેમનો ઉત્સાહ જોઈને ઇમોશનલ થઈ ગયેલા દીકરાએ આખી ઘટનાનો વિડિયો પોસ્ટ કરીને સાથે ઇમોશનલ નોંધ પણ લખી છે.
અનુપમે પોતાની નોંધમાં લખ્યું હતું કે ‘માને ગિફ્ટ આપવું થોડું રિસ્કી કામ છે, કારણ કે જો તમે તેમને કોઈ સુંદર શૉલ, સ્વેટર, સાડી, પર્સ કે બીજી કોઈ ભેટ આપી હોય તો એનો ઉપયોગ થવાની શક્યતા ખૂબ ઓછી હોય છે. સૌપ્રથમ તો તેઓ એને ખૂબ પ્રેમથી જોશે. પછી એની પ્રશંસા કરશે. ત્યાર બાદ બધાને બતાવશે. આ પછી એને એટલી સુરક્ષિત જગ્યાએ રાખી દેશે કે કદાચ આવનારી બે પેઢીઓ પણ એને શોધી ન શકે. પણ સાચો આનંદ માત્ર ગિફ્ટમાં નથી. સાચો આનંદ તો ઘરના એ વાતાવરણમાં છે.
