Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રામાયણમાં જટાયુનો અવાજ બન્યા છે અનુપમ ખેર

રામાયણમાં જટાયુનો અવાજ બન્યા છે અનુપમ ખેર

Published : 14 October, 2026 12:46 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મમાં આ પાત્ર દ્વારા સાહસ, બલિદાન અને ધર્મ પ્રત્યેની અતૂટ નિષ્ઠાની કથા મોટા પડદા પર રજૂ કરવામાં આવશે. 

અનુપમ ખેર

અનુપમ ખેર


નિતેશ તિવારીની ‘રામાયણ’ને લઈને દર્શકોનો ઉત્સાહ સતત વધી રહ્યો છે. ફિલ્મના નિર્માતાઓ એક પછી એક મહત્ત્વનાં પાત્રોનાં પોસ્ટર જાહેર કરી રહ્યા છે જેના પગલે હવે જટાયુનું નવું પોસ્ટર સામે આવ્યું છે જેમાં જટાયુ તરીકે અનુપમ ખેરનો અવાજ સાંભળવા મળશે. પોસ્ટરમાં જટાયુનું સાહસિક અને પ્રભાવશાળી રૂપ જોવા મળે છે. રામાયણની કથામાં જટાયુનું વિશેષ સ્થાન છે, કારણ કે માતા સીતાને રાવણની ચુંગાલમાંથી બચાવવા માટે તેઓ પોતાના જીવની પરવા કર્યા વિના તેની સામે લડે છે. ફિલ્મમાં આ પાત્ર દ્વારા સાહસ, બલિદાન અને ધર્મ પ્રત્યેની અતૂટ નિષ્ઠાની કથા મોટા પડદા પર રજૂ કરવામાં આવશે. 

‘રામાયણ’ના નવા પોસ્ટરમાં જટાયુનો ક્લોઝ-અપ જોવા મળે છે, જેમાં એની ગંભીર આંખો અને પ્રભાવશાળી ચહેરો ધ્યાન ખેંચે છે. પોસ્ટરના બીજા દૃશ્યમાં એ પોતાની વિશાળ પાંખો ફેલાવતા જોવા મળે છે. નિર્માતાઓએ આ પોસ્ટરને ‘ધર્મની પાંખો’ નામ આપ્યું છે જે જટાયુના સાહસ અને સત્યના પક્ષમાં ઊભા રહેવાના સંકલ્પને દર્શાવે છે. સોશ્યલ મીડિયા પર પોસ્ટર શૅર કરતાં નિર્માતાઓએ લખ્યું હતું કે ‘જ્યારે અધર્મે ઉડાન ભરી ત્યારે એનો સામનો કરવા સાહસ ઊભું થયું. એણે વિજય માટે નહીં, પણ જે યોગ્ય હતું એના માટે યુદ્ધ કર્યું. જટાયુ... ધર્મની પાંખો. ‘રામાયણ’માં જટાયુના પાત્રમાં અનુપમ ખેર. ઍડ્વાન્સ બુકિંગ શરૂ થવામાં હવે ૮ દિવસ બાકી.’


Whatsapp-channel Whatsapp-channel

14 October, 2026 12:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK