Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં વેચવા કિડનૅપ કરવામાં આવ્યું પચીસ દિવસના નવજાત બાળકને

ગુજરાતમાં વેચવા કિડનૅપ કરવામાં આવ્યું પચીસ દિવસના નવજાત બાળકને

Published : 14 October, 2026 09:35 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અંબરનાથની ચોંકાવનારી ઘટના, પોલીસે એક દિવસમાં પાંચ આરોપીઓને પકડીને બાળકને છોડાવ્યું

અંબરનાથ પોલીસે બાળકનું અપહરણ કરવા બદલ ધરપકડ કરેલા આરોપીઓ.

અંબરનાથ પોલીસે બાળકનું અપહરણ કરવા બદલ ધરપકડ કરેલા આરોપીઓ.


અંબરનાથ-વેસ્ટના સ્વામીનગર વિસ્તારમાંથી રવિવારે પચીસ દિવસના માસૂમ નવજાત શિશુને તેના પિતાના હાથમાંથી ઝૂંટવીને ભાગી જવાની ઘટનામાં અંબરનાથ પોલીસે એક મહિલા સહિત પાંચ આરોપીની ધરપકડ કરી છે. સ્વામીનગરમાં એક મૂક-બધિર મહિલાએ નશાની હાલતમાં રહેલા પિતા સાથે મારપીટ કરીને રવિવારે આ માસૂમ બાળકનું અપહરણ કર્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અંબરનાથ પોલીસે યુદ્ધના ધોરણે તપાસ શરૂ કરી હતી અને માત્ર એક જ દિવસની અંદર મુંબઈમાંથી બાળકની સુરક્ષિત મુક્તિ કરાવી હતી. આ પ્રકરણમાં કુલ પાંચ શંકાસ્પદોની ધરપકડ કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.

અંબરનાથ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સ્વામીનગર વિસ્તારમાં એક દંપતી તેમના પચીસ દિવસના નવજાત બાળક સાથે રહેતું હતું. રવિવારે સાંજના સમયે બાળકની માતા કોઈ કામકાજ અર્થે બહાર ગઈ હતી. ત્યારે એક મૂક-બધિર મહિલા ઘરમાં ઘૂસી આવી હતી. એ સમયે બાળકનો પિતા દારૂના નશામાં હોવાથી આરોપી મહિલાએ તેનો ગેરલાભ ઉઠાવીને પિતાને માર માર્યો હતો અને બાળકને આંચકીને ફરાર થઈ ગઈ હતી. બાળકના ગાયબ થવાની જાણ થતાં માતા-પિતાએ આખી રાત આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી હતી, પરંતુ પત્તો ન લાગતાં આખરે બીજા દિવસે અમારી પાસે ફરિયાદ નોંધાવી હતી. અમે તાત્કાલિક અપહરણનો ગુનો નોંધીને ટેક્નિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારોના આધારે મૂક-બધિર મહિલા પાર્વતી નાગરાજને ઝડપી લીધી હતી. તેની સઘન પૂછપરછમાં આ બાળક મુંબઈની એક મહિલાને સોંપાયું હોવાની વિગત બહાર આવી હતી. અમે ત્વરિત મુંબઈમાં દરોડો પાડીને બાળકની હેમખેમ મુક્તિ કરાવી હતી. પ્રાથમિક તપાસમાં આ નવજાત બાળકને ગુજરાતમાં વેચવા મોકલવાના મોટા કાવતરાની માહિતી સામે આવી છે.’


Whatsapp-channel Whatsapp-channel

14 October, 2026 09:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK