Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિદેશથી પાછા ફરતા દીકરા અનુપમ ખેર માટે હંમેશાં ખાસ ગિફ્ટ તૈયાર રાખે છે મમ્મી દુલારી

વિદેશથી પાછા ફરતા દીકરા અનુપમ ખેર માટે હંમેશાં ખાસ ગિફ્ટ તૈયાર રાખે છે મમ્મી દુલારી

Published : 18 November, 2026 12:48 PM | Modified : 18 November, 2026 01:16 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અનુપમ ખેર અવારનવાર સોશ્યલ મીડિયા પર તેમની મમ્મી દુલારી ખેર સાથેની આવી હૃદયસ્પર્શી પળોના વિડિયો શૅર કરતા રહે છે.આ વિડિયો શૅર કરતાં અનુપમે લખ્યું હતું કે ‘જ્યારે પણ હું વિદેશથી પાછો ફરું છું ત્યારે મારી મમ્મી મારા માટે કંઈક ને કંઈક ખાસ લઈને તૈયાર હોય.

અનુપમ ખેર અને તેમની મમ્મી

અનુપમ ખેર અને તેમની મમ્મી


અનુપમ ખેરે સોશ્યલ મીડિયા પર તેમની મમ્મી દુલારી ખેર સાથેના પ્રેમભર્યા સંબંધની એક સુંદર ઝલક શૅર કરી છે. આ સાથે તેમણે પોતાની મમ્મીની એક ખાસ પરંપરા વિશે પણ જણાવ્યું છે જે તેઓ દર વખતે વિદેશથી ઘરે પાછા ફરે ત્યારે નિભાવે છે. અનુપમ ખેર અવારનવાર સોશ્યલ મીડિયા પર તેમની મમ્મી દુલારી ખેર સાથેની આવી હૃદયસ્પર્શી પળોના વિડિયો શૅર કરતા રહે છે.
આ વિડિયો શૅર કરતાં અનુપમે લખ્યું હતું કે ‘જ્યારે પણ હું વિદેશથી પાછો ફરું છું ત્યારે મારી મમ્મી મારા માટે કંઈક ને કંઈક ખાસ લઈને તૈયાર હોય છે. આ વખતે તેમણે મારા માટે શર્ટ ખરીદ્યાં છે. તેમના માટે આ માત્ર કપડાં નથી, તેમનો પ્રેમ અને હું પાછો આવું એની કેટલી રાહ જુએ છે એનું પ્રતિબિંબ છે. ત્યાર બાદ તેમની સૌથી મોટી ઇચ્છા હોય છે કે હું તરત જ એ કપડાં પહેરીને તેમને બતાવું. તેઓ જરા પણ રાહ જોઈ શકતાં નથી અને કહે છે ‘હમણાં જ પહેરીને બતાવ.’ મારો ભાઈ કૅમેરા પકડીને ઊભો છે અને મમ્મી મારી સામે બેસીને ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યાં છે. મમ્મીને ખુશ કરવાની વાત હોય ત્યારે હું તેમને ના કેવી રીતે પાડી શકું? એટલે તેમણે મારા માટે ખરીદેલાં ટી-શર્ટ અને શર્ટ હું પહેરીને બતાવું છું. તેમના ચહેરા પરની ખુશી કોઈ પણ મોંઘી ભેટ કરતાં વધારે કીમતી છે. સાચું કહું તો બન્ને કપડાં સારાં લાગે છે. છેવટે પસંદગી તો મારી મમ્મીની જ છે.’


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2026 01:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK