AP Dhillon Concert: આગામી સમયમાં કોન્સર્ટ થકી ન માત્ર મનોરંજન પીરસવાની પધ્ધતિ પરંતુ સૌને યાદગાર અનુભવ થાય એવા પ્રયાસ કરવાનું કહ્યું સંજય સાહાએ
પ્રોડ્યુસર સંજય સાહા અને રાધિકા નંદા અને એપી ઢિલ્લોન
એપી ઢિલ્લોનના કોન્સર્ટે (AP Dhillon Concert) રંગ રાખ્યો હતો. હવે આ કોન્સર્ટને લઈને બૉલીવુડ ફિલ્મ પ્રોડ્યુસર સંજય સાહા અને રાધિકા નંદાએ પોતાની વાત મૂકી છે. તેઓ આ કોન્સર્ટ વિષે જણાવે છે કે "એપી ઢિલ્લોનના મ્યુઝિકની લોકપ્રિયતાને કારણે જ અમે તેને કોન્સર્ટ લાઈવ કરવા પ્રેરાયા. ખાસ તો જનરેશન Zમાં તેનો મોટો પ્રભાવ જોવા છે. આ કોન્સર્ટ થાકી યુવા ફિલ્મમેકર્સ તરીકે નવું કન્ટેન્ટ બતાવીને તેઓ સાથે કનેક્ટ થવાનો પ્રયાસ રહ્યો. આ કોન્સર્ટ થકી અમે એક અવિસ્મરણીય અનુભવ કરાવવા ઇચ્છતા હતા, જે પ્રેક્ષકોને મનોરંજન, પ્રેરણા તો આપે જ પણ સાથે અને તેમના પર ચિરસ્થાયી છાપ મૂકે."
આવનારા કોન્સર્ટ વિષે વાત કરતાં તેઓએ શું કહ્યું?
ADVERTISEMENT
તેઓ જણાવે છે કે, “આગામી સમયમાં અમે કોન્સર્ટ થકી ન માત્ર મનોરંજન પીરસવાની આમારી પધ્ધતિ પરંતુ તે સૌને યાદગાર અનુભવ થાય એવા પ્રયાસ કરવાના છીએ. વળી, આવનારા એપી ઢિલ્લોન કોન્સર્ટ (AP Dhillon Concert) માટે નવાં જ રૂપરંગ સાથે મંચ ડિઝાઇન અને મલ્ટીમીડિયા ઇફેક્ટ્સ દ્વારા ઇમર્સિવ વિઝ્યુઅલ સ્ટોરીટેલિંગને પણ એડ કરીશું. આ લોકોએ આ કોન્સર્ટમાં બોલિવૂડની જે હસ્તીઓની હાજરી રહી તે વિષે ઉત્સુકતા અને આનંદ વ્યક્ત કર્યો હતો. જેમાં આલિયા ભટ્ટ, રણવીર સિંહ, નેહા શર્મા સહિતના સેલેબ્સ આ રોમાંચક ઇવેન્ટનો હિસ્સો બને તેવી પણ અપેક્ષા વ્યક્ત કરી છે. આ સેલેબ્સની હાજરી કોન્સર્ટને ચાર ચાંદ લગાવે છે.
જોકે આ રીતે મોટા પાયે ઇવેન્ટનું આયોજન કરવું એ કપરું કામ છે, એમાંય દિવસે ને દિવસે વધુ લોકપ્રિયતા મેળવી રહેલા એપી ઢિલ્લોનના ઇવેંટને મેનેજ કરવું અઘરું છે, પડકારો વધી જીત હોય છે. ઉમટી પડતી ભીડને મેનેજ કરી શકાય એવા જરૂરી સાધનો અને સ્ટ્રક્ચરલ અરેંજમેન્ટ કરવી એ અડચણરૂપ છે. જોકે, સ્ટેકહોલ્ડર્સ, વેન્ડર્સ, પ્રાયોજકો અને સ્થાનિક સત્તાધિકારીઓ આ સૌના સાથ-સહકારથી સફળતાપૂર્વક આયોજન થઈ શકે છે.
પ્રોડ્યુસર સંજય સાહા આગળ જણાવે છે કે, "હું બેશક, મ્યુઝિક, ફિલ્મ અને લાઇવ પર્ફોર્મન્સના આ ત્રિવેણી સંગમ માટે ખૂબ જ ઉત્સાહિત છું. હું હંમેશા આ પ્રકારની વિવિધ કળાઑને નવીન રીતે જોડતા પ્રોજેક્ટ્સ (AP Dhillon Concert) પર કામ કરવા માટે તૈયાર છું. આ પાછળનો હેતુ એ જ છે કે સર્જનાત્મક સીમાઓને વટાવીને પ્રેક્ષકોને ઇમર્સિવ અને ભાવનાત્મક અનુભવ પૂરો પાડવો છે. જે અનુભવાત્મક સ્ટોરીટેલિંગના નવા યુગની દિશામાં માર્ગદર્શક બને."
આ તો કલાકારો માટે નવાં પ્રેક્ષકો સુધી પહોંચાડવાનો પ્રયાસ છે
આ પ્રકારના કોન્સર્ટ બોલીવુડને વૈશ્વિક સંગીતના ટ્રેન્ડ્સ જોડવાની તક પૂરી પાડે છે. વિવિધ સંગીત શૈલીઓ અને ભિન્ન સંસ્કૃતિક પૃષ્ઠભૂમિવાળા કલાકારોને એકસાથે લાવીને અમે ક્રોસ-કલ્ચરલ એક્સચેન્જ અને સર્જનાત્મકતા માટે એક મંચ તૈયાર કરી રહ્યા છીએ. આનાથી કલાકારો નવા પ્રેક્ષકો સુધી પહોંચશે અને ઇન્ટરનેશનલ માર્કેટમાં તેઓએ માટે રસ્તા કરી આપશે.
AP Dhillon Concert: તેઓ પોતાની ટીમ અને સૌના સહિયારા પ્રયાસને બિરદાવતા કહે છે કે, “અમારી પાસે એક નિષ્ઠાવાન ટીમ છે, જે અમારી ઇવેન્ટ શોઝ અને ફિલ્મ પ્રોડક્શન બંનેના પ્રયાસોને સંભાળે છે. વિવિધ પ્રોજેક્ટ્સને મેનેજ કરવાનું એ માત્ર ને માત્ર અમારી પ્રતિભાશાળી ટીમના સમર્થનને કારણે શક્ય બન્યું છે.”