અર્શદ વારસીએ કહ્યું કે ઇન્ડસ્ટ્રીમાંથી મળતો પ્રેમ સમય સાથે વધતો જાય છે
તાજેતરમાં અર્શદ વારસીએ ૫૮મી વર્ષગાંઠ ઉજવી હતી
રવિવારે અર્શદ વારસીની ૫૮મી વર્ષગાંઠ હતી અને તેણે પોતાનો જન્મદિવસ મીડિયા સાથે નાનકડા કેક-કટિંગ સેલિબ્રેશન દ્વારા ઊજવ્યો હતો. એ દરમ્યાન ફોટોગ્રાફર્સ સાથે વાત કરતી વખતે અર્શદે તેને ફિલ્મોમાં બ્રેક આપનાર અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન વિશે એક હૃદયસ્પર્શી વાત શૅર કરી હતી.
અર્શદે જણાવ્યું હતું કે ‘બચ્ચન પરિવાર દર વર્ષે સૌથી પહેલાં મને જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે. રાતે ૧૨.૦૧ વાગતાં જ મને અમિતાભ અને જયા બચ્ચનનો ફોન આવી જાય છે. કેટલાક લોકો છે જેઓ મને વહેલા વિશ કરે છે જેમાં અમિતજી અને જયાજી સામેલ છે. રાતે ઘડિયાળ ૧૨.૦૧ બતાવે કે તરત તેમનો ફોન આવી જાય. ઇન્ડસ્ટ્રીમાંથી મળતો પ્રેમ સમય સાથે વધતો જઈ રહ્યો છે અને મારા મિત્રો પણ વધી રહ્યા છે.’
