Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વારાણસીની પવિત્ર ગંગા નદીમાં કરવામાં આવ્યું આશા ભોસલેનાં અસ્થિનું વિસર્જન

વારાણસીની પવિત્ર ગંગા નદીમાં કરવામાં આવ્યું આશા ભોસલેનાં અસ્થિનું વિસર્જન

Published : 21 April, 2026 11:36 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અસ્થિવિસર્જન માટે આશા ભોસલેનો દીકરો આનંદ પરિવાર સાથે વારાણસી ગયો હતો

 સમગ્ર પરિવારે ગંગા નદીના કિનારે તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી

સમગ્ર પરિવારે ગંગા નદીના કિનારે તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી


દિવંગત ગાયિકા આશા ભોસલેનાં અસ્થિનું વિસર્જન ગઈ કાલે વારાણસીની પવિત્ર ગંગા નદીમાં કરવામાં આવ્યું હતું જેથી તેમના આત્માને શાંતિ મળે. અસ્થિવિસર્જન માટે આશા ભોસલેનો દીકરો આનંદ પરિવાર સાથે વારાણસી ગયો હતો. સમગ્ર પરિવારે ગંગા નદીના કિનારે તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને સંપૂર્ણ વિધિ મુજબ અસ્થિવિસર્જન કર્યું હતું. એ દરમ્યાન આશા ભોસલેની પૌત્રી ઝનાઈ ભોસલે ખૂબ ભાવુક થઈ ગઈ હતી અને તે પોતાનાં આંસુ રોકી નહોતી શકી. પરિવાર દ્વારા તમામ પરંપરાગત રીતરિવાજ સાથે આશા ભોસલેને અંતિમ વિદાય આપવામાં આવી હતી.



આ સમયે આશા ભોસલેના પુત્ર આનંદ અને પૌત્રી ઝનાઈ સાથે મુંબઈના BJPના અગ્રણી નેતા અને મહારાષ્ટ્ર સરકારના મિનિસ્ટર ઍડ્વોકેટ આશિષ શેલાર પણ હતા.


Whatsapp-channel Whatsapp-channel

21 April, 2026 11:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK