આ ફિલ્મની વાર્તા ભારતની આઝાદી દરમ્યાન ભારત અને પાકિસ્તાનના વિભાજનની પૃષ્ઠભૂમિ પર આધારિત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે
‘બટવારા 1947’નું પહેલું ટીઝર ૧૫ જૂને રિલીઝ કરવાનું પ્લાનિંગ છે
સની દેઓલ પોતાની આગામી ફિલ્મ ‘બટવારા 1947’ને લઈને સતત ચર્ચામાં છે. આમિર ખાનના પ્રોડક્શન હાઉસના બૅનર હેઠળ બની રહેલી આ ફિલ્મના ડિરેક્શનની જવાબદારી રાજકુમાર સંતોષી પાસે છે. મળતી માહિતી પ્રમાણે ‘બટવારા 1947’નું પહેલું ટીઝર ૧૫ જૂને રિલીઝ કરવાનું પ્લાનિંગ છે. આ ફિલ્મમાં સની દેઓલ ઉપરાંત પ્રીતિ ઝિન્ટા, અલી ફઝલ અને આમિર ખાન જેવા જાણીતા કલાકારો પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે. આ ફિલ્મની વાર્તા ભારતની આઝાદી દરમ્યાન ભારત અને પાકિસ્તાનના વિભાજનની પૃષ્ઠભૂમિ પર આધારિત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
‘બટવારા 1947’ની રિલીઝ તારીખ વિશે હજુ સુધી નિર્માતાઓએ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી પણ એ સ્વતંત્રતા દિવસના અવસર પર ૧૪ ઑગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે.
