મનીષા કોઇરાલા – પીએમ મોદીના આ પગલાંથી મનોરંજન ઉદ્યોગને બહુ પ્રોત્સાહન મળશે. આ એક શાનદાર શરૂઆત છે અને ભાષણ પણ બહુ દમદાર હતું. રૂપાલી ગાંગુલી – પીએમ મોદીની હાજરીમાં મંત્રમુગ્ધ અને સન્માનિત અનુભવું છું.
WAVES 2025માં આવેલા સૅલેબ્સ
મનીષા કોઇરાલા – પીએમ મોદીના આ પગલાંથી મનોરંજન ઉદ્યોગને બહુ પ્રોત્સાહન મળશે. આ એક શાનદાર શરૂઆત છે અને ભાષણ પણ બહુ દમદાર હતું. રૂપાલી ગાંગુલી – પીએમ મોદીની હાજરીમાં મંત્રમુગ્ધ અને સન્માનિત અનુભવું છું
શૈલેશ લોઢા – WAVES 2025ની શરૂઆત શાનદાર રહી. વડા પ્રધાને સાચું કહ્યું કે દુનિયા ભારતની વાર્તાઓ, સંસ્કૃતિ અને કલાનું સ્વાગત કરવા માટે તૈયાર છે.
ઍટલી – પીએમના ભાષણથી અમને બહુ પ્રેરણા મળે છે અને તેઓ અમને પ્રેરિત કરે છે. WAVES એક સારામાં સારો મંચ છે. આ મીડિયાના વિદ્યાર્થીઓ, નિર્માતાઓ અને લેખકોની નવી પેઢી તૈયાર કરવા માટેનું એક સારામાં સારું પગલું છે.
પ્રસૂન જોશી – આ એક અભૂતપૂર્વ ઘટના છે અને એ વડા પ્રધાનની દૂરંદેશીના કારણે જ શક્ય બની છે. ઘણા લોકો આવું સપનું જુએ છે પણ આપણા વડા પ્રધાનમાં આ સપનાને સાકાર કરવાની ક્ષમતા છે.
હિમેશ રેશમિયા – આપણા વડા પ્રધાન પાસે એક શાનદાર વિઝન છે. હું અહીં આવીને બહુ સન્માનિત અનુભવું છું. આ તો બસ શરૂઆત છે. આપણને બધાને આટલું મોટું પ્લૅટફૉર્મ મળવાનું સૌભાગ્ય મળ્યું છે.

