રાહુલ અને દિશાએ આ પૂજાવિધિની કેટલીક તસવીરો પણ શૅર કરી છે.
રાહુલ વૈદ્ય અને દિશા પરમારે ગુઢીપાડવાએ ૯ કરોડ રૂપિયાના નવા ઘરમાં કર્યો ગૃહપ્રવેશ
સિંગર રાહુલ વૈદ્ય અને પત્ની દિશા પરમારે હાલમાં ગુઢીપાડવાએ પરંપરાગત વિધિ કરાવીને બાંદરા-વેસ્ટમાં આવેલા નવા ઘરમાં ગૃહપ્રવેશ કર્યો છે. રાહુલ અને દિશાના આ નવા ઘરની કિંમત અંદાજે ૯ કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવે છે. આ ફ્લૅટ લગભગ ૩૦૦૦ સ્ક્વેર ફુટમાં ફેલાયેલો છે. આ ખાસ પ્રસંગને તેમણે ગુઢીપાડવાના શુભ અવસરે પરંપરાગત ગૃહપ્રવેશ વિધિ કરીને ઊજવ્યો હતો. રાહુલ અને દિશાએ આ પૂજાવિધિની કેટલીક તસવીરો પણ શૅર કરી છે.
