Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ટાઇટલ ડિફેન્ડ કરતાં પહેલાં ટીમને જોશીલું ભાષણ આપતાં વિરાટ કોહલી કહે છે...

ટાઇટલ ડિફેન્ડ કરતાં પહેલાં ટીમને જોશીલું ભાષણ આપતાં વિરાટ કોહલી કહે છે...

Published : 22 March, 2026 07:32 AM | IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એકેય મિનિટ બગાડશો નહીં, અઢી મહિનામાં આપણે ૧૨૦ ટકા યોગદાન આપવું પડશે. ૨૮ માર્ચે બૅન્ગલોરની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે IPL 2026ની ઓપનિંગ મૅચ રમશે.

વિરાટ કોહલી

વિરાટ કોહલી


ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPL 2026 માટે તૈયારી શરૂ કરી દીધી છે. પ્રૅક્ટિસ-સેશન પહેલાં વિરાટ કોહલીએ ટીમને જોશીલું ભાષણ આપતાં કહ્યું હતું કે ‘આપણે ગયા વર્ષે જે હાંસલ કર્યું એમાં છેલ્લી બે કે ત્રણ સીઝનમાં ખૂબ સખત મહેનત કરી હતી અને હવે એ વધુ મુશ્કેલ હશે, કારણ કે અન્ય ટીમો આપણા પર જોરદાર હુમલો કરશે.’ વિરાટ કોહલીએ વધુમાં કહ્યું હતું કે ‘આપણે આ દિવસો બગાડીશું નહીં. આપણે બધા કરતાં આગળ રહેવાનું છે એટલે જબરદસ્ત તૈયારીઓ કરો. તમે જે પણ સેશનમાં હો એની એક મિનિટ પણ બગાડશો નહીં. આ અઢી મહિનામાં આપણે ૧૨૦ ટકા યોગદાન આપવું પડશે.’


Whatsapp-channel Whatsapp-channel

22 March, 2026 07:32 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK