સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીને ઘરે દીકરી અવતરી હોવાના રિપોર્ટ્સ, યુગલની લવ સ્ટોરી અને લગ્નની વીડિયો હજી પણ લોકોના મનમાં તાજા
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણી - સૌજન્ય અભિનેતાનું ઑફિશ્યલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ
બૉલીવૂડ (Bollywood) અભિનેતા-દંપતી સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને કિયારા અડવાણી (Kiara Advani) માતાપિતા બન્યા હોવાથી હવે કોઈ મોટા સારા સમાચારનો સમય આવી ગયો છે. રિપોર્ટ્સ અનુસાર આ અભિનેતા યુગલેના ઘરમાં દીકરીની કિલકારી ગુંજી છે. તેમણે બાળકીનું સ્વાગત કર્યું હોવાના અહેવાલ છે અને માતા અને બાળક બંને સ્વસ્થ છે. એક સૂત્ર અનુસાર બાળકનો જન્મ મુંબઈની એચએનઆરએફ રિલાયન્સ હૉસ્પિટલમાં સામાન્ય ડિલિવરી દ્વારા થયો છે. આ દંપતીએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
ફેબ્રુઆરીમાં, કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી હતી કે તેઓ તેમના પહેલા બાળકની અપેક્ષા રાખી રહ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બેબી સૉક્સ ગોઠવેલી એક ક્યૂટ તસવીર શેર કરી હતી અને તેના કેપ્શનમાં લખ્યું હતું, "આપણા જીવનની સૌથી મોટી ભેટ... ટૂંક સમયમાં આવી રહી છે".
ADVERTISEMENT
View this post on Instagram
સિદ્ધાર્થ અને કિયારા પહેલીવાર એક પાર્ટીમાં મળ્યા હતા અને પછી તેમનો રોમાંસ તેમણે પહેલી સાથે કરેલી ફિલ્મ `શેરશાહ`ના સેટ પર ખીલ્યો હતો. આ દંપતી ક્યારેય તેમના સંબંધોને સ્વીકારવા કે નકારવા માટે રેકોર્ડ પર આવ્યું ન હતું, અને 7 ફેબ્રુઆરી, 2023 ના રોજ, તેમણે રાજસ્થાનના જેસલમેરમાં એક ભવ્ય મારોહમાં લગ્ન કર્યા. કિઆરા અને સિદ્ધાર્થનો ઠાઠ રાજવીઓથી કમ નહોતો અને તેમણે બૉલીવૂડ સ્ટાઇલનાં લગ્નની સૌથી યાદગાર લગ્નોની યાદીમાં પોતાના આ પ્રસંગનું નામ નોંધાવ્યું એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.
View this post on Instagram
કામના મોરચે, સિદ્ધાર્થ અને કિયારા બંનેની આગામી મહિને મોટા બેનરની ફિલ્મો રિલીઝ થવાની છે. સિદ્ધાર્થ જાહ્નવી કપૂર સાથે રોમેન્ટિક કોમેડી પરમ સુંદરીમાં જોવા મળશે, જ્યારે કિયારા પાસે મોટા બજેટની YRF સ્પાય યુનિવર્સ ફિલ્મ વોર 2 છે જેમાં ઋતિક રોશન અને જુનિયર NTR છે જે 15 ઑગસ્ટે એટલે કે સ્વતંત્રતા દિવસે રિલીઝ થશે. તેની પાસે ડોન 3 પણ હતી પરંતુ તેણે પ્રેગનેન્સીને કારણે રણવીર સિંહ સાથેની આ ફિલ્મ છોડી દીધી હોવાના અહેવાલ છે.

