Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બૉર્ડરમાં સુનીલ શેટ્ટી હતો, બૉર્ડર 2માં જોડાયો છે તેનો દીકરો અહાન શેટ્ટી

બૉર્ડરમાં સુનીલ શેટ્ટી હતો, બૉર્ડર 2માં જોડાયો છે તેનો દીકરો અહાન શેટ્ટી

Published : 04 October, 2024 09:03 AM | Modified : 04 October, 2024 09:53 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૯૯૯ના કારગિલ યુદ્ધ પર આધારિત આ ફિલ્મમાં આ પહેલાં સની દેઓલ, દિલજિત દોસાંઝ અને વરુણ ધવનની એન્ટ્રી થઈ ચૂકી છે

સુનીલ શેટ્ટી, અહાન શેટ્ટી

સુનીલ શેટ્ટી, અહાન શેટ્ટી


૧૯૯૭માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘બૉર્ડર’ની સીક્વલ ‘બૉર્ડર 2’માં સુનીલ શેટ્ટીના દીકરા અહાન શેટ્ટીની એન્ટ્રી થઈ છે. ‘બૉર્ડર 2’ માટે અત્યાર સુધી સની દેઓલ, દિલજિત દેસાંઝ અને વરુણ ધવનનાં નામ જાહેર થઈ ચૂક્યાં છે એમાં હવે અહાનનો ઉમેરો થયો છે. જોકે કોઈ હિરોઇનનું નામ હજી સુધી જાહેર નથી થયું.


૧૯૭૧ના ભારત-પાકિસ્તાનના યુદ્ધ દરમ્યાન રાજસ્થાનના લોંગેવાલામાં બન્ને દેશો વચ્ચે થયેલા ઘર્ષણ પર અને એમાં થયેલા ભારતના વિજય પર આધારિત ‘બૉર્ડર’માં સની દેઓલ, સુનીલ શેટ્ટી, જૅકી શ્રોફ, અક્ષય ખન્ના, પુનીત ઇસ્સાર, સુદેશ બેરી, કુલભૂષણ ખરબંદા, તબુ, રાખી, પૂજા ભટ્ટ અને શર્બની મુખરજી મહત્ત્વની ભૂમિકામાં હતાં.



‘બૉર્ડર’નું ડિરેક્શન જે. પી. દત્તાએ કરેલું, પણ ‘બૉર્ડર 2’માં તેઓ પ્રસ્તુતકર્તાની ભૂમિકામાં છે અને તેમની દીકરી ‌નિધિ દત્તા પ્રોડ્યુસર છે. ‘બૉર્ડર 2’ ૧૯૯૯ના કારગિલ વૉર પર આધારિત હોવાનું કહેવાય છે અને એ ૨૦૨૬ની ૨૩ જાન્યુઆરીએ રિલીઝ થશે.


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2024 09:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK