આ સિવાય સેન્સર બોર્ડે ફિલ્મમાં કામ કરનારા તમામ બાળકલાકારો માટે કન્સેન્ટ સંબંધિત દસ્તાવેજો પણ માગ્યા હતા
‘ચાંદ મેરા દિલ’ ૨૨ મેએ થિયેટરોમાં રિલીઝ થવાની છે
અનન્યા પાંડે અને લક્ષ્યની ‘ચાંદ મેરા દિલ’ ૨૨ મેએ થિયેટરોમાં રિલીઝ થવાની છે ત્યારે આ ફિલ્મને સેન્સર સર્ટિફિકેશન પ્રક્રિયા દરમ્યાન કેટલાક ફેરફારોમાંથી પસાર થવું પડ્યું છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મને સેન્સર બોર્ડ દ્વારા યુ/એ ૧૬+ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. જોકે સેન્સર બોર્ડે ફિલ્મના નિર્માતાઓને ૧૦ સેકન્ડનો કિસિંગ સીન દૂર કરીને એના બદલે અન્ય વિઝ્યુઅલ્સ ઉમેરવા જણાવ્યું હતું. આ ઉપરાંત કુલ ૧ મિનિટ અને ૨૬ સેકન્ડના લિપ-લૉક સીનમાં પણ કાપ મૂકવામાં આવ્યો હતો. આ રીતે લગભગ ૯૬ સેકન્ડ જેટલાં કિસિંગ દૃશ્યો હટાવ્યા પછી ફિલ્મને મંજૂરી આપવામાં આવી હતી.
આ સિવાય સેન્સર બોર્ડે ફિલ્મમાં કામ કરનારા તમામ બાળકલાકારો માટે કન્સેન્ટ સંબંધિત દસ્તાવેજો પણ માગ્યા હતા. જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા અને ફેરફારો પૂર્ણ થયા બાદ ફિલ્મને સત્તાવાર રીતે સેન્સર સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.
