એક પૅનમાં બે ચમચી તેલમાં વર્મીસેલીને ગોલ્ડન થાય ત્યાં સુધી ધીમા તાપે શેકો. એને ઠંડી થવા દો. બીજી પૅનમાં પાણીને ઉકાળો. એમાં શેકેલી વર્મીસેલી અને ૧/૨ ચમચી મીઠું નાખીને ૩ મિનિટ ઉકાળો. બરોબર રંધાય એટલે ચારણીમાં નાખીને પાણી નિતારી લો.
વર્મીસેલી ઉપમા (સેવઈ ઉપમા)
સામગ્રી : વર્મીસેલી ૧ કપ, તેલ ૨ મોટા ચમચા, રાઈ ૧ ચમચી, જીરું ૧/૨ ચમચી, ચણાદાળ ૧/૨ ચમચી, અડદદાળ ૧/૨ ચમચી, હિંગ ચપટી, સિંગદાણા ૨ મોટા ચમચા, કાજુ ૨ મોટા ચમચા, લીલાં મરચાં ૨ નંગ, થોડાં લીમડાનાં પાન, આદું ૧ ચમચી ખમણેલું, કાંદો ૧/૨ સમારેલો, મીઠું ૧ ચમચી, હળદર ૧/૨ ચમચી, પાણી દોઢ કપ, કોથમીર ૨ મોટા ચમચા, લીંબુનો રસ ૧ ચમચી તથા ગાજર, ફણસી, વટાણા, કૅપ્સિકમ દરેક ૨-૨ ચમચા
રીત : એક પૅનમાં બે ચમચી તેલમાં વર્મીસેલીને ગોલ્ડન થાય ત્યાં સુધી ધીમા તાપે શેકો. એને ઠંડી થવા દો. બીજી પૅનમાં પાણીને ઉકાળો. એમાં શેકેલી વર્મીસેલી અને ૧/૨ ચમચી મીઠું નાખીને ૩ મિનિટ ઉકાળો. બરોબર રંધાય એટલે ચારણીમાં નાખીને પાણી નિતારી લો. હવે બાકીનું તેલ લઈ એમાં રાઈ, જીરું, હિંગ, અડદદાળ, ચણાદાળ, લીલાં મરચાં, લીમડો, સિંગદાણા, કાજુ નાખીને એક મિનિટ સાંતળો. એમાં આદું, કાંદો, વટાણા, ગાજર, ફણસી, કૅપ્સિકમ, હળદર, મીઠું નાખીને ત્રણ મિનિટ સાંતળો. એમાં રાંધેલી વર્મીસેલી, કોથમીર, લીંબુનો રસ નાખીને હલકા હાથે બધું મિક્સ કરો. એને કાજુ, સિંગદાણા અને કોથમીરથી ગાર્નિશ કરીને ગરમાગરમ પીરસો. હેલ્ધી અને ક્વિક બ્રેકફાસ્ટ રેસિપી તૈયાર છે.
