Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રામ ચરણ તેજાએ હોમ-હવન કરીને પરંપરાગત રીતે ઊજવ્યો જન્મદિન

રામ ચરણ તેજાએ હોમ-હવન કરીને પરંપરાગત રીતે ઊજવ્યો જન્મદિન

Published : 29 March, 2026 04:27 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દીકરાના જન્મદિવસની ખાસ ઉજવણી કરવા માટે તેના પપ્પા ઍક્ટર ચિરંજીવીએ પોતાના ઘરે ખાસ હોમ-હવનનું આયોજન કર્યું હતું.

રામ ચરણ તેજાએ હોમ-હવન કરીને પરંપરાગત રીતે ઊજવ્યો જન્મદિન

રામ ચરણ તેજાએ હોમ-હવન કરીને પરંપરાગત રીતે ઊજવ્યો જન્મદિન


શુક્રવારે રામ ચરણ તેજાની ૪૧મી વર્ષગાંઠ હતી અને તેના માટે આ વર્ષનો જન્મદિવસ ખૂબ ખાસ રહ્યો હતો. દીકરાના જન્મદિવસની ખાસ ઉજવણી કરવા માટે તેના પપ્પા ઍક્ટર ચિરંજીવીએ પોતાના ઘરે ખાસ હોમ-હવનનું આયોજન કર્યું હતું. રામ ચરણના જન્મદિનની ઉજવણી માટે કરવામાં આવેલી પરંપરાગત પૂજા-અર્ચનાના વિડિયો ચર્ચામાં છે. આ વિડિયોમાં રામ ચરણ તેજા પૂજારીઓ સાથે હવન કરતો અને ભગવાનના આશીર્વાદ લેતો જોવા મળે છે. રામ ચરણ તેજાના પિતા ચિરંજીવીએ ખાસ દિવસે સોશ્યલ મીડિયામાં પોસ્ટ લખીને લાગણી વ્યક્ત કરતાં લખ્યું હતું કે ‘બાળપણમાં હાથ પકડીને ચાલતો રામ ચરણ આજે અનેક લોકો માટે પ્રેરણા બની ગયો છે અને મને તેના પર ગર્વ છે. રામ જે રીતે પોતાના ફિલ્મી જીવન અને વ્યક્તિગત જીવન વચ્ચે સંતુલન જાળવે છે એ જોઈને તેમ જ તેની પરિવાર પ્રત્યેની જવાબદારી, ભગવાનમાં શ્રદ્ધા, શિસ્ત અને મૂલ્યો અનુભવીને તેના પ્રત્યે પ્રેમ અને પ્રશંસા વધી જાય છે. ભગવાનની કૃપા અને ચાહકોનો પ્રેમ તેને હંમેશાં નવી ઊંચાઈ સુધી લઈ જાય.’


Whatsapp-channel Whatsapp-channel

29 March, 2026 04:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK