Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Crew: ક્રિતી સેનન ઈન્દોર પહોંચી, ૫૦ ટ્રેઇની એર હોસ્ટેસને મળી અભિનેત્રી

Crew: ક્રિતી સેનન ઈન્દોર પહોંચી, ૫૦ ટ્રેઇની એર હોસ્ટેસને મળી અભિનેત્રી

28 March, 2024 03:35 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Crew: ક્રિતી સેનન આગામી ફિલ્મ ‘ક્રૂ’ને પ્રમોટ કરવા ઈન્દોર ગઈ હતી, ટિકિટ બુકિંગનું સૌથી મોટું પોસ્ટર પણ લોન્ચ કર્યું

ક્રિતી સેનન ઈવેન્ટમાં

ક્રિતી સેનન ઈવેન્ટમાં


બૉલિવૂડ ફિલ્મ ‘ક્રૂ’ (Crew)ની ભવ્ય થિયેટર રિલીઝ માટે માત્ર એક જ દિવસ બાકી છે અને દર્શકોનો ઉત્સાહ ચરમસીમાએ છે. આ વર્ષની સૌથી મોટી કોમર્શિયલ ફેમિલી એન્ટરટેઈનર બનવા જઈ રહી છે આ ફિલ્મ. ‘ક્રૂ’ને માટે લોકોનો ઉત્સાહ અત્યારી જ દેખાઈ રહ્યો છે. સોશ્યલ મીડિયા પર ફિલ્મના ટ્રેલરને ખુબ સારો રિસપોન્સ મળ્યો છે. આ ફિલ્મમાં તબ્બુ (Tabu), કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) અને ક્રિતી સેનન (Kriti Sanon) મુખ્ય ભૂમિકામાં છે. અભિનેત્રી ક્રિતી સેનન ફિલ્મ ‘ક્રૂ’ના પ્રમોશન માટે ઇન્દોર (Indore)ની મુલાકાત લીધી છે.

‘ક્રૂ’માં તબ્બુ, કરીના કપૂર ખાન અને ક્રિતી સેનન પહેલીવાર એર હોસ્ટેસ તરીકે એક ફ્રેમમાં જોવા મળશે. ફિલ્મની મુખ્ય અભિનેત્રીઓમાંની એક ક્રિતી સેનન, ફિલ્મના વિષય સાથે મેળ ખાતી થીમ સાથે તેને પ્રમોટ કરવા માટે ઇન્દોરની મુલાકાત લીધી છે. જ્યાં અભિનેત્રીએ ૫૦ એર હોસ્ટેસ સાથે વાર્તાલાપ કર્યો જેઓ હાલમાં તેમના ટ્રેઇનિંગ પિરિયડમાં છે અને પ્રમોશન ઇવેન્ટ દરમિયાન અભિનેત્રીએ સૌથી મોટા ટિકિટ બુકિંગ પોસ્ટરનું અનાવરણ પણ કર્યું. આ દરમિયાન, ક્રિતી સેનને ચાહકો અને દર્શકો સાથે ‘ક્રૂ’ સંબંધિત કેટલીક રોમાંચક માહિતી પણ શેર કરી.



ફિલ્મ ‘ક્રૂ’નું દેશભરના સિનેમા હોલમાં એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે અને વર્ષની સૌથી આકર્ષક અને સિઝલિંગ સફર પર જવા માટે પ્રેક્ષકોનો ઉત્સાહ વધ્યો છે.


રાજેશ એ. કૃષ્ણન (Rajesh A Krishnan) દ્વારા દિગ્દર્શિત, બાલાજી ટેલિફિલ્મ્સ (Balaji Telefilms) અને અનિલ કપૂર ફિલ્મ એન્ડ કોમ્યુનિકેશન્સ નેટવર્ક (Anil Kapoor Film & Communications Network)ની આ બહુપ્રતિક્ષિત ફિલ્મ ૨૯ માર્ચ ૨૦૨૪ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

નોંધનીય છે કે, જ્યારથી ફિલ્મ ‘ક્રૂ’નું ટ્રેલર રીલિઝ થયું છે ત્યારથી દર્શકોમાં તેને લઈને ભારે ઉત્સાહ છે. સાથે જ તેના ગીતોને પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. દરમિયાન, ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે, જેના કારણે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ફિલ્મ પ્રથમ દિવસે સારી ઓપનિંગ મેળવી શકે છે. ‘ક્રૂ’ ફિલ્મે તેના એડવાન્સ બુકિંગ કલેક્શનમાં ૪,૪૩૧ શો માટે ૩૧,૧૨૬ ટિકિટ વેચી છે, જેના કારણે ફિલ્મે તેની રિલીઝ પહેલા જ લગભગ ૭૨ લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે. નિર્માતાઓને આશા છે કે આંકડો વધુ વધી શકે છે, જેના કારણે ફિલ્મ પ્રથમ દિવસે સારી ઓપનિંગ મેળવી શકે છે.


‘ક્રૂ’ ફિલ્મમાં ત્રણેય મુખ્ય અભિનેત્રી તબ્બુ, કરીના કપૂર ખાન અને કૃતિ સેનન એર હોસ્ટેસના રોલમાં જોવા મળશે, જે પોતાની થકવી નાખનારી નોકરી અને ઓછા પગારથી કંટાળી ગઈ છે. આ પછી વાસ્તવિક રમત શરૂ થાય છે. ફિલ્મમાં દિલજીત દોસાંઝ (Diljit Dosanjh) અને કપિલ શર્મા (Kapil Sharma) પણ મહત્વની ભૂમિકામાં છે.

Whatsapp-channel Whatsapp-channel

28 March, 2024 03:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK