Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL 2024 Match 42 KKR V/S PK : પંજાબે કલકત્તા સામે ટી૨૦ ક્રિકેટનો હાઈએસ્ટ સ્કોર ચેઝ કરીને ઇતિહાસ રચી દીધો

IPL 2024 Match 42 KKR V/S PK : પંજાબે કલકત્તા સામે ટી૨૦ ક્રિકેટનો હાઈએસ્ટ સ્કોર ચેઝ કરીને ઇતિહાસ રચી દીધો

27 April, 2024 10:56 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પંજાબના પરાક્રમીઓએ ૨૬૨ રનના ટાર્ગેટને ૮ બૉલ બાકી રાખીને ૮ વિકેટથી જીત સાથે કરી કમાલઃ જૉની બૅરસ્ટો ૪૮ બૉલમાં અણનમ ૧૦૮ રન સાથે બન્યો મૅચનો હીરો

ફોટો સૌજન્યઃ iplt20.com

ફોટો સૌજન્યઃ iplt20.com


આઇપીએલ (IPL 2024 Match 42 KKR V/S PK) ૨૦૨૪માં ફરી એકવાર સિક્સરો અને રનનો વરસાદ જોવા મળ્યો હતો. સીઝનમાં ફરીએકવાર બન્ને ટીમોએ ૨૦૦ પ્લસનો સ્કોર બનાવી બિચારા બોલરોની બરાબરની ધોલાઈ કરી નાખી હતી. કલકત્તા નાઇટ રાઇડર્સે આપેલા ૨૬૨ રનના મસમસોટા ટાર્ગેટને પંજાબ કિંગ્સે ૧૮.૪ બૉલમાં માત્ર બે વિકેટ ગુમાવીને ચેઝ કરીને માત્ર આઇપીએલમાં જ નહીં પણ ટી૨૦નો એક નવો ઇતિહાસ રચી દીધો હતો. આઇપીએલમાં આ મામલે માત્ર ૧૧ દિવસ પહેલા બનેલો રેકોર્ડ તુટી ગયો હતો. 

૧૩૮ રનની રેકોર્ડ ઓપનિંગ પાર્ટનરશીપ



પંજાબે ટૉસ જીતીને કલકત્તાને પહેલા બેટીંગ માટે આમંત્રણ આપ્યું હતું. ફિલ સૉલ્ટ (૩૭ બૉલમાં ૬ સિક્સર અને ૬ ફોર સાથે ૭૫ રન) અને સુનિલ નારાયણે (૩૨ બૉલમાં ચાર સિક્સર અને ૯ ફોર સાથે ૭૨ રન) પ્રથમ વિકેટ માટે ૧૦.૨ ઓવરમાં આ સીઝનની રેકોર્ડ ૧૩૮ રનની પાર્ટનરશીપ સાથે ટીમને મજબૂત શરૂઆત કરાવી આપી હતી. આ સીઝનમાં આ પહેલા લખનઉના કે. એલ. રાહુલ અને ક્વીન્ટન ડિકૉકે ચેન્નઈ સામે બનાવેલી ૧૩૪ રનની હતી. ઓપનરોના પરાક્રમ બાદ વેન્કટેશ અય્યર (૨૩ બૉલમાં ૩૯ રન), કૅપ્ટન શ્રેય્યસ અય્યર (૧૦ બૉલમાં ૨૮ રન) અને ઍન્દ્રે રસેલની (૧૨ બૉલમાં ૨૪ રન) ઉપયોગી ઇનિંગ્સને લીધે કલકત્તાએ આઇપીએલ ઇતિહાસનો તેમનો સેકન્ડ હાઈએસ્ટ ૬ વિકેટે ૨૬૧ રનનો બનાવી લીધો હતો. 


પંજાબનું પરાક્રમ

સીઝન (IPL 2024 Match 42 KKR V/S PK)માં કિનારે આવીને ડુબી જતા પંજાબ ૨૬૨ રનના રેકોર્ડ ટાર્ગેટ સામે ફસડાવવાને પાવરઓવરમાં જ ૯૩ રન ફટકારીને પૉઝિ‌ટીવ માઇન્ડ સેટ સાથે મેદાનમાં ઉતરી હતી. પ્રભસિમરણને ૨૦ બૉલમાં પાંચ સિક્સર અને ચાર ફોર સાથે ૫૪ રનની અફલાતુન ઇનિંગ્સે ટીમમાં જોશ ભરી દીધો હતો અને અત્યાર સુધી શાંત રહેલા જૉની બૅરિસ્ટૉએ પણ પ્રભસિમરણની વિદાય બાદ બાઝી તેના હાથમાં લઈ લીધી હતી અને ૪૮ બૉલમાં ૯ સિક્સર અને ૮ ફોર સાથે ૧૦૮ રનની મૅચ વિનિંગ અણનમ ઇનિંગ્સે ટીમને જીતના દ્વાર સુધી ગઈ ગયો હતો. શશાંક સિંહ ફરી તેના ખરીદને ટીમે કોઈ ભૂલ નથી કરી એનો ઇશારો આપતા માત્ર ૨૮ બૉલમાં ૮ સિક્સર અને બે ફોર સાથે અણનમ ૬૮ રન સાથે ટીમને ફરી ફસડવા નહોતી દીધી અને જીત અપાવીને રહ્યો હતો. પંજાબ ટીમ પુર્ણ હોમવર્ક કરીને જ આવી હતી અને સુનિલ નારાયણ સામે કોઈ જોખમ લેવાનું ટાળીને બાકીના બોલરોને ટાર્ગેટ બનાવ્યા હતાં. 


૨૨૦ પ્લસ રન છતાં કલકત્તા બીજીવાર હારી

પંજાબે ૨૬૨ રનનો ટાર્ગેટ ચેઝ કરીને આઇપીએલમાં જ નહીં પણ ટી૨૦ ક્રિકેટમાં એક નવો ઇતિહાસ રચી દીધો હતો. ટી૨૦માં આ પહેલાનો હાઈએસ્ટ ચેઝનો રેકોર્ડ ૨૫૯ રનનો હતો જે સાઉથ આફ્રિકાએ વેસ્ટ ઇન્ડિઝ સામે રચ્યો હતો. આઇપીએલમાં ૨૨૪ રનનો હતો જે આ જ સીઝનમાં રાજસ્થાને બનાવ્યો હતો. નવાઈની વાત એ છે કે રાજસ્થાને પણ એ રેકોર્ડ કલકત્તા સામે જ બનાવ્યો હતો. આમ કલકત્તાને આ સીઝનમાં બે વાર ૨૨૦ પ્લસ રન બનાવ્યા છતાં હાર જોવી પડી છે. આ સીઝનમાં કલકત્તાએ પાંચમીવાર ૨૦૦ પ્લસ બનાવ્યા હતાં. આમાથી ત્રણમાં તેમનો વિજય થયો છે અને બેમાં પરાજય. 

ચેઝમાસ્ટર પંજાબ

પંજાબે સાતમીવાર ૨૦૦ પ્લસનો ટાર્ગેટ ચેઝ કરીને ટી૨૦ ક્રિકેટમાં તેમનો પોતાનો જ રેકોર્ડ (IPL 2024 Match 42 KKR V/S PK) વધુ મજબૂત કરી લીધો છે. ક્વૉટા ગ્લૅડિએટર્સ, મુંબઈ ઇન્ડિયન્સ, ભારત અને ઑસ્ટ્રેલિયાએ પાંચવાર આવી કમાલ કરી છે. 

ટી૨૦ ક્રિકેટના ટૉપ ફાઇવ ટાર્ગેટ ચેઝ

સ્કોર ટીમ વિરુદ્ધ
૨૬૨/૨ પંજાબ કિંગ્સ     કલકત્તા નાઇટ રાઇર્ડ્સ
૨૫૯/૪ સાઉથ આફ્રિકા વેસ્ટ ઇન્ડિઝ
૨૫૪/૩ મિડકલેક્સ સરૅ
૨૪૬/૪ બુલ્ગેરિયા સર્બિયા
૨૪૫/૪ ઑસ્ટ્રેલિયા ન્યુ ઝિલૅન્ડ

આઇપીએલમાં ટૉપ ફાઇવ ટાર્ગેટ ચેઝ

સ્કોર ટીમ વિરુદ્ધ
૨૬૨ પંજાબ કિંગ્સ     કલકત્તા નાઇટ રાઇર્ડ્સ
૨૨૪  રાજસ્થાન રૉયલ્સ કલકત્તા નાઇટ રાઇર્ડ્સ
૨૨૪  રાજસ્થાન રૉયલ્સ પંજાક ‌કિંગ્સ
૨૧૯ મુંબઈ ઇન્ડિયન્સ ચન્નઈ સુપર કિંગ્સ
૨૧૫ રાજસ્થાન રૉયલ્સ ડૅક્કન ચાર્જસ

પંજાબ આઠમું, કલકત્તા બીજું જ

કલકત્તા હાર છતાં પૉ‌ઇન્ટ ટેબલમાં તેના સ્થાનમાં કોઈ જ ફરક નહોતો પડ્યો અને ૧૦ પૉઇન્ટ સાથે બીજા સ્થાને જ રહ્યું હતું. જ્યારે પંજાબ સીઝનમાં ત્રીજી જીત સાથે મુંબઈને હટાવીને નવમાંથી આઠમાં સ્થાને પહોંચી ગયું હતું.  

હવે ટક્કર ક્યારે, કોની સામે?

પંજાબ હવે બુધવારે ચેન્નઈ ચેન્નઈ સામે જ્યારે કલકત્તા સોમવાર ઇડર્ન ગાર્ડન્સમાં જ દિલ્હી સામે ટકરાશે. 

રેકોર્ડ પે રેકોર્ડ
* મૅચમા કુલ ૪૨ સિક્સરો સાથે ટી૨૦ ક્રિકેટમાં એક નવો રેકોર્ડ બની ગયો છે. આ પહેલા ૩૮ સિક્સરોનો રેકોર્ડ આઇપીએલ (IPL 2024 Match 42 KKR V/S PK)ની આ જ સીઝનમાં મુંબઈ અને હૈદરાબાદ તથા બૅન્ગલોર અને હૈદરાબાદ વચ્ચેની ટક્કરમાં બન્યો હતો.

* પંજાબ કુલ ૨૪ સિક્સરો ફટકારી હતી જે આઇપીએલમાં હાઈએસ્ટ અને ટી૨૦ ક્રિકેટમાં સેકન્ડ હાઈએસ્ટ બની ગઈ હતી. હાઈએસ્ટ ૨૬ સિક્સરોનો રેકોર્ડ નેપાળ ટીમના નામે છે જે તેમણે ગયા વર્ષે મોન્ગોલિયા સામે બનાવ્યો હતો. આઇપીએલમાં પહેલાનો રેકોર્ડ ૨૨ સિક્સરોનો રેકોર્ડ હૈદરબાદ સામે હતો જે તેમણે ગયા અઠવાડિયે બૅન્ગલોર અને દિલ્હી સામે બનાવ્યો હતો.

* મૅચમાં બન્ને ટીમના મળીના કુલ ૫૨૩ રન બન્યા હતાં જે ટી૨૦ ક્રિકેટના સેકન્ડ હાઈએસ્ટ બની ગયા હતાં. હાઈએસ્ટ ૫૪૯ રન ગયા અઠવાડિયે બૅન્ગલોર અને હૈદરબાદ વચ્ચેની મૅચમાં બન્યા હતાં.

* મૅચમાં ચારેય ઓપનરો (સુનિલ નારાયણ ૭૧, ફિલ સૉલ્ટ ૭૫, પ્રભસિમરન ૫૪, બૅરસ્ટો અણનમ ૧૦૮)એ ૫૦ પ્લસનો સ્કોર બનાવ્યો હતો. આઇપીએલમાં આવું પહેલી જ વાર જોવા મળ્યું હતું જ્યારે ટી૨૦ ક્રિકેટમાં ૧૧મો આવો બનાવ હતો. મૅચમાં ચારેય ઓપનરોના સ્કોરનું કુલ ટોટલ ૩૦૮ રનનું હતું એ આઇપીએલમાં હાઈએસ્ટ બની ગયું હતું. 

ટીમ

મૅચ

જીત

હાર

પૉઇન્ટ

રનરેટ

રાજસ્થાન

૧૪

૦.૬૯૮

કલકત્તા

૧૦

૦.૯૭૨

હૈદરાબાદ

૧૦

૦.૫૭૭

લખનઉ

૧૦

૦.૧૪૮

ચેન્નઈ

૦.૪૧૫

દિલ્હી

-૦.૩૮૬

ગુજરાત

-૦.૯૭૪

પંજાબ

-૦.૧૮૭

મુંબઈ

-૦.૨૨૭

બૅન્ગલોર

-૦.૭૨૧

 

Whatsapp-channel Whatsapp-channel

27 April, 2024 10:56 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK