દીપિકાએ સોશ્યલ મીડિયામાં એક મીમ શૅર કર્યું છે જેમાં એક મહિલા બાથરૂમ જવા માટે સંઘર્ષ કરતી જોવા મળી રહી છે.
મીમનો સ્ક્રીનશૉટ
દીપિકા પાદુકોણે એપ્રિલમાં તેની બીજી પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી અને હવે તે પ્રેગ્નન્સીના થર્ડ ટ્રિમેસ્ટરમાં પહોંચી ગઈ છે. હાલના તબક્કામાં દીપિકા ભારે ફિઝિકલ ટ્રાન્સફૉર્મેશનમાંથી પસાર થઈ રહી છે ત્યારે તેણે એક મીમ શેર કરીને થર્ડ ટ્રિમેસ્ટરમાં પોતાની સ્થિતિ જણાવતાં કહ્યું છે કે અત્યારે તો તેને બાથરૂમમાં જવા માટે પણ ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.
દીપિકાએ સોશ્યલ મીડિયામાં એક મીમ શૅર કર્યું છે જેમાં એક મહિલા બાથરૂમ જવા માટે સંઘર્ષ કરતી જોવા મળી રહી છે. આ વિડિયો સાથે લખેલું છે કે જ્યારે તમે થર્ડ ટ્રિમેસ્ટરમાં રાત્રે બાથરૂમનો ઉપયોગ કરવા ઊઠો છો.
ADVERTISEMENT
આ સ્ટોરી સાથે દીપિકાએ થર્ડ ટ્રિમેસ્ટરમાં હોવાની પુષ્ટિ કરી દીધી છે. ત્રીજું ટ્રિમેસ્ટર પ્રેગ્નન્સીનો છેલ્લો તબક્કો હોય છે અને એ સાતમા મહિનાની શરૂઆતથી શરૂ થઈને ડિલિવરી સુધી ચાલે છે અને એ દરમ્યાન મહિલાના શરીરમાં ભારે પરિવર્તન આવે છે.
