બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut)અને દિગ્ગજ ગીતકાર જાવેદ અખ્તર(Javed Akhtar)ના માનહાનિ કેસમાં મુંબઈની એક કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે.
કંગના રનૌત
બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut)અને દિગ્ગજ ગીતકાર જાવેદ અખ્તર(Javed Akhtar)ના માનહાનિ કેસમાં મુંબઈની એક કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. આ નિર્ણય કંગનાના પક્ષમાં ગયો છે. વાસ્તવમાં જાવેદ અખ્તરે કંગના વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવાની માંગ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે. જાવેદે ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ કંગના વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવા માટે અરજી કરી હતી. મંગળવારે કોર્ટે તેમની માંગને ફગાવી દીધી હતી અને આ મામલે સુનાવણી માટે નવી તારીખ આપી હતી.
ANI અનુસાર જાવેદ અખ્તરના વકીલ જય ભારદ્વાજે કહ્યું, `કોર્ટે કંગના રનૌત વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવાની માંગને ફગાવી દીધી છે. આગામી સુનાવણી 1 ફેબ્રુઆરીએ અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાથ ધરવામાં આવશે. વર્ષ 2020માં જાવેદ અખ્તરે એક ટીવી ઈન્ટરવ્યુ દરમિયાન કંગના દ્વારા આપવામાં આવેલા કેટલાક નિવેદનોને લઈને અંધેરી કોર્ટમાં માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી.`
ADVERTISEMENT
જાવેદ અખ્તરનો દાવો
જાવેદ અખ્તરે દાવો કર્યો હતો કે જૂન 2020 માં સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી, એક ટીવી ઇન્ટરવ્યુમાં કંગના રનૌત સુશાંતના મૃત્યુ સાથે સંબંધિત સંજોગો પર વાત કરી રહી હતી. આ દરમિયાન કંગનાએ તેને સુસાઈડ ગેંગનો એક ભાગ જણાવ્યો હતો. ત્યારથી તેને સતત ધમકીભર્યા કોલ અને મેસેજ આવી રહ્યા હતા. આટલું જ નહીં તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ પણ કરવામાં આવી હતી. આનાથી તેની બદનામી થઈ છે.
કંગના રનૌત સામે કેસ
જાવેદ અખ્તરે કંગના રનૌત પર આ આધારે ભારતીય દંડ સંહિતાની કલમ 499 (બદનક્ષી) અને કલમ 500 (બદનક્ષી માટેની સજા) એટલે કે IPC હેઠળ આરોપો મૂક્યા હતા. ત્યારથી બંને વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે. કંગના રનૌત ઘણી સુનાવણીમાં હાજર રહી નથી. જો કે તેણે સુનાવણીમાં હાજર રહેવાના કારણો પણ કોર્ટ સમક્ષ મુક્યા છે. હવે આ મામલે 1 ફેબ્રુઆરીએ સુનાવણી થશે.
કંગના રનૌતની આગામી ફિલ્મો
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગના રનૌતે હાલમાં જ તેની આગામી ફિલ્મ તેજસનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. તે ટૂંક સમયમાં `મણિકર્ણિકા રિટર્ન્સઃ ધ લિજેન્ડ ઓફ દીદ્દા`, `ઇમરજન્સી`, `ધાકડ` અને `ધ ઇન્કારનેશનઃ સીતા` જેવી ફિલ્મોમાં જોવા મળશે. કંગના તેના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મ્સ હેઠળ તેની આગામી ડાર્ક કોમેડી `ટીકુ વેડ્સ શેરુ`નું નિર્માણ કરી રહી છે.

