Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ડિરેક્ટર તરીકે ધનુષની આગામી ફિલ્મની હિરોઇન મૃણાલ ઠાકુર?

ડિરેક્ટર તરીકે ધનુષની આગામી ફિલ્મની હિરોઇન મૃણાલ ઠાકુર?

Published : 22 April, 2026 10:48 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મમાં મહિલા પાત્રને ખૂબ મજબૂત અને મહત્ત્વપૂર્ણ સ્થાન આપવામાં આવશે

ફિલ્મના સેટ પરથી લીક થયેલી તસવીર સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ છે

ફિલ્મના સેટ પરથી લીક થયેલી તસવીર સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ છે


ઍક્ટર-ફિલ્મમેકર ધનુષ અને મૃણાલ ઠાકુરની જોડી ફરી ચર્ચામાં છે. થોડા સમય પહેલાં બન્ને રિલેશનશિપમાં હોવાના રિપોર્ટ હતા, પણ બન્નેમાંથી કોઈએ સ્પષ્ટતા નહોતી કરી અને ઘણા સમય પછી મૃણાલે આ ચર્ચાને અફવા ગણાવી હતી. હવે લેટેસ્ટ રિપોર્ટ છે કે ધનુષ એક મહિલાકેન્દ્રિત ફિલ્મ ડિરેક્ટ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે અને આ ફિલ્મમાં લીડ ઍક્ટ્રેસ તરીકે મૃણાલને લેવાનું પ્લાનિંગ છે.

મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મમાં મહિલા પાત્રને ખૂબ મજબૂત અને મહત્ત્વપૂર્ણ સ્થાન આપવામાં આવશે. ખાસ વાત એ છે કે ધનુષ આ ફિલ્મને ડિરેક્ટ કરવાની સાથે-સાથે એમાં ઍક્ટિંગ પણ કરી શકે છે.



આ ફિલ્મ ૧૯૬૦થી ૧૯૭૦ના દાયકાની પૃષ્ઠભૂમિ પર આધારિત પિરિયડ ડ્રામા હોવાની ખબર પડી છે. જોકે મેકર્સ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.


Whatsapp-channel Whatsapp-channel

22 April, 2026 10:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK