Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ધુરંધર સારી તો છે પણ એમાં હિંસા થોડી વધારે

ધુરંધર સારી તો છે પણ એમાં હિંસા થોડી વધારે

Published : 17 June, 2026 12:31 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રણવીર સિંહના સસરા પ્રકાશ પાદુકોણે આખરે જમાઈની બ્લૉકબસ્ટર ફિલ્મ વિશે પોતાનો મત વ્યક્ત કર્યો

`ધુરંધર`માં રણવીર સિંહ

`ધુરંધર`માં રણવીર સિંહ


૨૦૨૫માં રિલીઝ થયેલી ‘ધુરંધર’એ દર્શકોનાં દિલ જીતી લીધાં હતાં. ફિલ્મે જોરદાર કમાણી કરી હતી અને અનેક રેકૉર્ડ્‍સ પણ તોડ્યા હતા. ‘ધુરંધર’ બાદ એની સીક્વલને પણ દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે ફિલ્મની રિલીઝના ઘણા મહિના બાદ રણવીર સિંહના સસરા અને ભારતના ટોચના બૅડ્‍મિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણે પણ પોતાના જમાઈની ફિલ્મ વિશે પ્રતિક્રિયા આપી છે.

પ્રકાશ પાદુકોણે ‘ધુરંધર’નાં વખાણ કરતાં કહ્યું, ‘આ એક સારી ફિલ્મ છે. એમાં તમામ કલાકારોએ ખૂબ જ સરસ અભિનય કર્યો છે. અમને એવું લાગ્યું હતું કે ફિલ્મમાં હિંસાનાં દૃશ્યો થોડાં વધુ હતાં, પણ મોટા ભાગના લોકોએ ફિલ્મને પસંદ કરી છે. આ કારણે મને પણ લાગે છે કે સૌથી મહત્ત્વની વાત એ જ છે કે દર્શકોને ફિલ્મ ગમી છે.’


Whatsapp-channel Whatsapp-channel

17 June, 2026 12:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK