Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > કેપ વર્ડીનો ગોલકીપર વોઝીન્ય સ્પેન સામે ૭ ગોલ બચાવીને વિશ્વમાં છવાઈ ગયો

કેપ વર્ડીનો ગોલકીપર વોઝીન્ય સ્પેન સામે ૭ ગોલ બચાવીને વિશ્વમાં છવાઈ ગયો

Published : 17 June, 2026 11:18 AM | IST | Georgia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્સ્ટાગ્રામ પર ફૉલોઅર્સની સંખ્યા પાંચ મિલ્યન કરતાં વધુ થઈ ગઈ

ગોલકીપર વોઝિન્હા

ગોલકીપર વોઝિન્હા


આફ્રિકા પાસે આવેલા ટાપુ દેશ અને વિશ્વમાં ૬૭મો રૅન્ક ધરાવતી ટીમ કેપ વર્ડીએ હાલમાં ફુટબૉલ વર્લ્ડ કપમાં ડેબ્યુ કરીને ઇતિહાસ રચ્યો છે. આ ટીમે ટુર્નામેન્ટની ફેવરિટ અને વર્લ્ડ નંબર-ટૂ ટીમ સ્પેન સામેની મૅચ ૦-૦થી ડ્રૉ કરીને પોતાનો પહેલો પૉઇન્ટ મેળવ્યો હતો.

૪૦ વર્ષ ૧૨ દિવસની ઉંમરે ફુટબૉલ વર્લ્ડ કપમાં ડેબ્યુ કરનાર બીજો સૌથી ઓલ્ડેસ્ટ ગોલકીપર વોઝીન્યએ આ મૅચમાં ૭ ગોલ બચાવીને રાતોરાત પોતાની ફૅન ફૉલોઇંગ વધારી દીધી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ફૉલોઅર્સની સંખ્યા ૫૦,૦૦૦થી વધીને પાંચ મિલ્યન કરતાં વધુ થઈ ગઈ છે.



વોઝીન્ય તેનાં દાદા-દાદીના ઘરે મોટો થયો છે જેમણે થોડાં વર્ષો પહેલાં અંતિમ શ્વાસ લીધાં હતાં. વીઝા માટે પૈસા ન હોવાથી તેની મમ્મી આ મૅચ જોવા સ્ટેડિયમમાં હાજર રહી શકી નહોતી. તેનું અસલી નામ જોસિમર હૉજે એવોરા ડાયસ છે. બાળપણમાં સિનિયર ખેલાડીઓ સાથે રમત દરમ્યાન રડીને ઘરે પાછો ફરતો હોવાથી તેનું નામ વોઝીન્ય એટલે કે નાની દાદીમા પડી ગયું હતું. ક્લબ ફુટબૉલ રમતા સમયે અન્ય ખેલાડીનું નામ પણ જોસિમર હોવાથી તેણે વોઝીન્ય નામ અપનાવ્યું હતું. 


પાંચમા દિવસની રમતમાં અન્ય મૅચોનાં રિઝલ્ટ શું આવ્યાં?

બેલ્જિયમ-ઇજિપ્ત વચ્ચેની મૅચ અને સાઉદી અરેબિયા-ઉરુગ્વે વચ્ચેની મૅચ ૧-૧થી ડ્રૉ રહી હતી. અમેરિકાના કૅલિફૉર્નિયામાં એક દિવસ માટે મૅચ રમવા આવેલી ઈરાનની ફુટબૉલ ટીમે ન્યુ ઝીલૅન્ડ સામે બે-બેના સ્કોર સાથેની ડ્રૉ મૅચ રમી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

17 June, 2026 11:18 AM IST | Georgia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK