રામ ગોપાલ વર્માએ તાજેતરમાં આદિત્ય ધર અને તેની પત્ની યામી ગૌતમ સાથે મુલાકાત પણ કરી હતી
રામ ગોપાલ વર્માએ આદિત્ય ધર અને તેની પત્ની યામી ગૌતમને પાવર-કપલ કહ્યું
ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ની જબરદસ્ત સફળતા પછી ડિરેક્ટર આદિત્ય ધરને ઇન્ડસ્ટ્રીમાંથી ભરપૂર પ્રશંસા મળી રહી છે, પરંતુ સૌથી ખાસ પ્રતિક્રિયા ફિલ્મમેકર રામ ગોપાલ વર્મા તરફથી આવી છે.
રામ ગોપાલ વર્માએ સોશ્યલ મીડિયા પર માન વ્યક્ત કરતાં આદિત્ય ધરને પોતાનો નવો ગુરુ કહી દીધો છે. તેણે લખ્યું કે જેમ મારી ફિલ્મો ‘સત્યા’, ‘કંપની’ અને ‘સરકાર’ મારા જૂના ગુરુ ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાને સમર્પિત હતી એવી જ રીતે મારી આવનારી ફિલ્મ ‘સિન્ડિકેટ’ આદિત્ય ધરને સમર્પિત રહેશે. રામ ગોપાલ વર્માએ તાજેતરમાં આદિત્ય ધર અને તેની પત્ની યામી ગૌતમ સાથે મુલાકાત પણ કરી હતી અને તેમને પાવર-કપલ કહ્યું છે. રામુએ હળવાશથી ફિલ્મના પાત્ર હમઝા (રણવીર સિંહ) અને આદિત્ય ધરની સરખામણી કરતાં કહ્યું કે જેમ ફિલ્મમાં હમઝા દુશ્મનોને પરાસ્ત કરે છે એમ વાસ્તવિક જીવનમાં આદિત્ય પોતાના શાનદાર કામથી ફિલ્મમેકર્સ માટે પડકાર બની ગયો છે.
