વિરાટ કોહલીએ વધુમાં કહ્યું હતું કે ‘જૉશ હેઝલવુડની ઓવરમાં હું ફક્ત પ્રાર્થના કરી રહ્યો હતો કે તે નો-બૉલ ન ફેંકે. પંજાબ કિંગ્સ જેવી મજબૂત વિરોધી ટીમ સામે મારા માટે છેલ્લા ૩ બૉલની રાહ જોવી સૌથી મુશ્કેલ ક્ષણ હતી.’
IPL ટાઇટલ જીતવા પહેલાંના છેલ્લા ૩ બૉલ મારા માટે સૌથી મુશ્કેલ હતા : વિરાટ કોહલી
ભારત અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ના બૅટિંગ આઇકન વિરાટ કોહલીએ ગઈ સીઝનમાં પોતાની ટીમના પહેલા IPL ટાઇટલ વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ટીમ દ્વારા જાહેર થયેલા આ વિડિયોમાં તેણે કહ્યું હતું કે ‘ફાઇનલ મૅચમાં રિઝલ્ટ આવવાની ૧૦ મિનિટ પહેલાં છેલ્લાં ૧૮ વર્ષની આખી સફર, બધા ઉતારચડાવ, બધી સારી અને ખરાબ ક્ષણો મારી આંખોની સામે આવી ગઈ હતી.’
વિરાટ કોહલીએ વધુમાં કહ્યું હતું કે ‘જૉશ હેઝલવુડની ઓવરમાં હું ફક્ત પ્રાર્થના કરી રહ્યો હતો કે તે નો-બૉલ ન ફેંકે. પંજાબ કિંગ્સ જેવી મજબૂત વિરોધી ટીમ સામે મારા માટે છેલ્લા ૩ બૉલની રાહ જોવી સૌથી મુશ્કેલ ક્ષણ હતી.’
IPL 2026ની ફાઇનલ મૅચ બૅન્ગલોરની ટીમે ૬ રને જીતી હતી.
રસપ્રદ વાત શૅર કરતાં વિરાટ કોહલીએ કહ્યું હતું કે ‘હું અને માલિશ કરનાર રમેશ માને કાકા પહેલા દિવસથી બૅન્ગલોર ટીમના ભાગ છીએ. જ્યારે અમે ફાઇનલમાં પહોંચ્યા ત્યારે મને શાંત આત્મવિશ્વાસ અનુભવાયો હતો.’
RCB અનબૉક્સ ઇવેન્ટ નહીં યોજાય?
ADVERTISEMENT
કર્ણાટક ક્રિકેટ અસોસિએશન અનુસાર દર વર્ષે યોજાતી RCB અનબૉક્સ ઇવેન્ટ ૨૧ અને ૨૨ માર્ચે યોજાવાની હતી. જોકે અહેવાલો અનુસાર સુરક્ષાના કારણોસર આ વર્ષે RCB અનબૉક્સ ઇવેન્ટ યોજાશે નહીં. RCBની આ ઇવેન્ટથી પ્રેરિત થઈને મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ જેવી ટીમોએ ફૅન્સ માટે મોટી પ્રી-સીઝન ઇવેન્ટ યોજવાની શરૂઆત કરી દીધી છે.
ઇન્ટ્રા-સ્ક્વૉડ પ્રૅક્ટિસ મૅચમાં જિતેશ, દેવદત્ત, રજત અને કૃણાલ ચમક્યા
IPL 2026ની તૈયારી માટે બૅન્ગલોરના પ્લેયર્સ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઇન્ટ્રા-સ્ક્વૉડ પ્રૅક્ટિસ મૅચ રમ્યા હતા. પ્રથમ બૅટિંગ કરતાં વેન્કટેશ ઐયરની આગેવાની હેઠળની ટીમે ૭ વિકેટે ૨૩૪ રન બનાવ્યા જેમાં જિતેશ શર્માએ ૩૭ બૉલમાં ૮૧ રન, ટિમ ડેવિડે ૧૪ બૉલમાં ૩૬, વેન્કટેશ ઐયરે ૧૬ બૉલમાં ૩૦ અને વિરાટ કોહલીએ ૧૨ બૉલમાં ૨૯ રન કર્યા હતા.
કૃણાલ પંડ્યાની આગેવાની હેઠળની બીજી ટીમે ૨૪૭ રન બનાવ્યા જેમાં રજત પાટીદારે પચીસ બૉલમાં ૭૪ રન, દેવદત્ત પડિક્કલે ૩૩ બૉલમાં ૬૩ અને કૃણાલ પંડ્યાએ ૩૩ બૉલમાં ૫૮ રન કર્યા હતા.
