Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટીવી પર જોવા મળશે ૪૫થી ૫૦ કટ્સ પછીની ધુરંધર : ધ રિવેન્જ

ટીવી પર જોવા મળશે ૪૫થી ૫૦ કટ્સ પછીની ધુરંધર : ધ રિવેન્જ

Published : 01 October, 2026 08:50 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સેન્સર બોર્ડના નિયમો મુજબ ‘A’ સર્ટિફિકેટ ધરાવતી ફિલ્મો સીધી ટીવી પર પ્રસારિત કરી શકાતી નથી

ફિલ્મ હવે ૧૮ ઑક્ટોબરે સાંજે ૭ વાગ્યે સ્ટાર ગોલ્ડ પર પ્રસારિત કરવામાં આવશે

ફિલ્મ હવે ૧૮ ઑક્ટોબરે સાંજે ૭ વાગ્યે સ્ટાર ગોલ્ડ પર પ્રસારિત કરવામાં આવશે


રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ અને ‘ધુરંધર : ધ રિવેન્જ’એ બૉક્સ-ઑફિસ પર કમાણીના અનેક મોટા રેકૉર્ડ તોડ્યા છે. હવે ‘ધુરંધર : ધ રિવેન્જ’ ટીવી પર આવવા માટે તૈયાર છે. જોકે ટીવી-પ્રીમિયર પહેલાં સેન્સર બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશને ફિલ્મના અનેક સીન પર કાતર ચલાવી છે. થિયેટરોમાં રિલીઝ વખતે ફિલ્મને ‘A’ સર્ટિફિકેટ મળ્યું હતું. ફિલ્મમાં મોટા પ્રમાણમાં ઍક્શન અને હિંસા દર્શાવવામાં આવી હતી. ફિલ્મની લંબાઈ ૩ કલાક ૪૯ મિનિટની હતી.

સેન્સર બોર્ડના નિયમો મુજબ ‘A’ સર્ટિફિકેટ ધરાવતી ફિલ્મો સીધી ટીવી પર પ્રસારિત કરી શકાતી નથી. તેથી નિર્માતાઓએ ફિલ્મને ‘U/A ૧૬+’ કૅટેગરીમાં પાસ કરાવવા માટે બોર્ડ સમક્ષ રજૂ કરી હતી. આવી સ્થિતિમાં ઓછી ઉંમરના દર્શકો માટે ટીવી-ફ્રેન્ડ્લી વર્ઝન તૈયાર કરવા જરૂરી ફેરફારો કરવા પડ્યા છે. આ ઍક્શન ફિલ્મ હવે ૧૮ ઑક્ટોબરે સાંજે ૭ વાગ્યે સ્ટાર ગોલ્ડ પર પ્રસારિત કરવામાં આવશે.



મળતી માહિતી પ્રમાણે ફિલ્મને ટીવી પર પ્રસા‌રિત કરવા નિર્માતાઓને ૪૫થી ૫૦ કટ્સ કરવાની સૂચના આપવામાં આવી હતી જેના પગલે  ફિલ્મની લંબાઈ ૧૦ મિનિટ જેટલી ઓછી થઈ છે. સેન્સર બોર્ડ દ્વારા કરવામાં આવેલા મોટા ભાગના ફેરફારો વધુ પડતી હિંસા અને લોહિયાળ દૃશ્યો સાથે સંબંધિત હતા અને નિર્માતાઓએ હિંસાવાળા દૃશ્યોને એવી રીતે એડિટ કર્યા છે કે ફિલ્મની અસર પણ જળવાઈ રહે.


Whatsapp-channel Whatsapp-channel

01 October, 2026 08:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK