Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રોફેશનલ શૂટર પણ હતા નાના પાટેકર

પ્રોફેશનલ શૂટર પણ હતા નાના પાટેકર

Published : 09 October, 2026 11:09 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમણે ૪૦ વર્ષની ઉંમર બાદ જ રાઇફલથી પ્રૅક્ટિસ શરૂ કરી હતી

શૂટર નાના પાટેકર

અલવિદા નાના

શૂટર નાના પાટેકર


નૅશનલ અવૉર્ડ વિજેતા અભિનેતા નાના પાટેકર પ્રોફેશનલ શૂટર પણ હતા અને તેમણે દાયકાઓ સુધી રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરની રાઇફલ શૂટિંગ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. નાના પાટેકર જીવનના થોડા મોડા તબક્કે શૂટિંગ તરફ વળ્યા હતા. તેમણે ૪૦ વર્ષની ઉંમર બાદ જ રાઇફલથી પ્રૅક્ટિસ શરૂ કરી હતી.

નાના પાટેકરે શૂટર તરીકે પોતાની શરૂઆતની વાત કરતાં કહ્યું હતું કે ‘હું શૂટિંગની સ્પર્ધાઓના તમામ ઇનામવિતરણ સમારંભોમાં મુખ્ય મહેમાન તરીકે જતો હતો. મેં ઘણી બધી બંદૂકો અજમાવી અને મારું નિશાન સુધરતું ગયું. મેં મિનરલ વૉટર બૉટલના ઢાંકણાં જેવા નાના નિશાન પર નિશાન સાધવાનું શરૂ કર્યું.’



નાના પાટેકરે ૨૦૦૧માં ૪૯ વર્ષની વયે સ્પર્ધાત્મક શૂટિંગમાં ભાગ લેવાનું શરૂ કર્યું. તેમણે પુણેના બાલેવાડી અને મહૂ જેવી શૂટિંગ રેન્જમાં સઘન તાલીમ લીધી હતી. ૧૯૯૧ની ફિલ્મ ‘પ્રહાર’ માટે ભારતીય સેનાની સાથે તાલીમ લેવાનો તેમનો અનુભવ પણ આ ક્ષેત્રમાં તેમના માટે ખૂબ ઉપયોગી સાબિત થયો હતો. ૨૦૦૪માં નાના પાટેકરે ઇન્દોરની બૉર્ડર સિક્યૉરિટી રેન્જની રેવતી રેન્જ ખાતે યોજાયેલી ૪૮મી નૅશનલ શૂટિંગ ચૅમ્પિયનશિપમાં ૩૦૦ મીટર બિગ-બોર સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ પછી ત્રણ વર્ષ બાદ ૨૦૦૭માં તેમણે મહારાષ્ટ્રની ટીમ સાથે એ જ સ્પર્ધામાં ટીમ બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. તેમણે ૬૦૦માંથી ૫૪૯ પૉઇન્ટ મેળવ્યા હતા અને ૪૯ સ્પર્ધકોમાં ૧૩મું સ્થાન મેળવ્યું હતું. 


અંજલિ ભાગવતના પહેલા સ્પૉન્સર હતા નાના પાટેકર

ભારતની પ્રખ્યાત અને વિશ્વની ભૂતપૂર્વ નંબર વન શૂટર અંજલિ ભાગવતની શૂટિંગ-કારકિર્દીની શરૂઆતમાં નાના પાટેકરે સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. અંજલિ ભાગવતે માહિતી આપી હતી કે નાના પાટેકર તેના જીવનના સૌથી પહેલા સ્પૉન્સર હતા. જ્યારે અંજલિએ કારકિર્દીની શરૂઆત કરી ત્યારે તેની આર્થિક સ્થિતિ એવી નહોતી કે તે મોંઘી શૂટિંગ કિટ ખરીદી શકે. ૧૯૯૩માં જ્યારે નાના પાટેકરે અંજલિ ભાગવતની પ્રતિભા જોઈ ત્યારે તેણે તરત જ અંજલિને તેની પહેલી પ્રોફેશનલ ઍર રાઇફલ અને શૂટિંગ કિટ ભેટમાં આપી હતી. અંજલિ આ ઘટનાને તેની કારકિર્દીનો સૌથી મોટો ટર્નિંગ પૉઇન્ટ માને છે.


Whatsapp-channel Whatsapp-channel

09 October, 2026 11:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK