Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દિલ ચાહતા હૈના શૂટિંગ વખતે અક્ષય ખન્નાએ આમિર ખાનને કેમ માર્યા હતા ૧૭ લાફા?

દિલ ચાહતા હૈના શૂટિંગ વખતે અક્ષય ખન્નાએ આમિર ખાનને કેમ માર્યા હતા ૧૭ લાફા?

Published : 28 September, 2026 01:26 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘દિલ ચાહતા હૈ’ના ૨૫ વર્ષ પૂર્ણ થવા પર ફિલ્મના કલાકારો અને મેકર્સ ફરી મળ્યા હતા. ફરહાન અખ્તરે જણાવ્યું કે આમિરે અક્ષય ખન્ના પાસેથી સાચો લાફો ખાવાનો આગ્રહ રાખ્યો હતો અને સીન માટે તેને ૧૭ વખત થપ્પડ મારવામાં આવી હતી.

દિલ ચાહતા હૈ

દિલ ચાહતા હૈ


આમિર ખાન, અક્ષય ખન્ના અને સૈફ અલી ખાનને લીડ રોલમાં ચમકાવતી ‘દિલ ચાહતા હૈ’એ તાજેતરમાં પચીસ વર્ષ પૂરાં કર્યાં છે. આ સ્પેશ્યલ અવસર પર ફિલ્મની આખી સ્ટારકાસ્ટ અને મેકર્સ ફરી સાથે જોવા મળ્યા હતા. સૌએ શૂટિંગ દરમ્યાનના અનેક મજેદાર અને યાદગાર કિસ્સાઓ શૅર કર્યા જેમાં આમિર અને અક્ષય વચ્ચેના થપ્પડના સીનની પણ ચર્ચા થઈ. ફિલ્મમાં અક્ષય જ્યારે ડિમ્પલ કાપડિયા સાથેના પોતાના પ્રેમનો એકરાર કરે છે ત્યારે આમિર તેમના સંબંધ વિશે અપમાનજનક કમેન્ટ કરે છે. ત્યાર બાદ અક્ષય ગુસ્સે થઈને આમિરને લાફો મારી દે છે.
આ ખાસ સીનની વાત કરતાં ફિલ્મના ડિરેક્ટર ફરહાન અખ્તરે જણાવ્યું હતું કે ‘આ સીન વખતે મેં અક્ષયને કહ્યુંુ હતું કે આમિરને લાગે છે કે ડાયલૉગ પૂરો થયા પછી થપ્પડ પડશે એટલે ડાયલૉગ બોલાઈ રહ્યો હોય ત્યારે જ થપ્પડ મારજે જેથી તેના ચહેરા પર આવતું અચાનક રીઅૅક્શન કુદરતી લાગે. આમિરે પણ આ સીન માટે સાચો લાફો ખાવાનો આગ્રહ રાખ્યો હતો. આ સીન પૂરો થયા પછી આમિરના ચહેરા પર થપ્પડનાં સ્પષ્ટ નિશાન પડી ગયાં હતાં. તેના ચહેરાનો એક ભાગ સૂજી ગયો હતો, કારણ કે આ સીન માટે કુલ ૧૭ વખત સાચી થપ્પડ મારવામાં આવી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

28 September, 2026 01:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK