Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Entertainment Update : ૮ ઑગસ્ટે રિલીઝ થશે ટૉક્સિકનું ટ્રેલર

Entertainment Update : ૮ ઑગસ્ટે રિલીઝ થશે ટૉક્સિકનું ટ્રેલર

Published : 03 August, 2026 02:16 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યશની બહુચર્ચિત ફિલ્મ ‘ટૉક્સિક : અ ફેરીટેલ ફૉર ગ્રોન અપ્સ’નું ટ્રેલર ૮ ઑગસ્ટે રિલીઝ થશે. નવા પોસ્ટર સાથે મેકર્સે ટ્રેલરની તારીખ જાહેર કરી છે, જ્યારે ફિલ્મ ૨૬ ઑગસ્ટે વિશ્વભરમાં રિલીઝ થશે.

ટોક્સિક મૂવી પોસ્ટર

ટોક્સિક મૂવી પોસ્ટર


યશની આગામી ફિલ્મ ‘ટૉક્સિક : અ ફેરીટેલ ફૉર ગ્રોન અપ્સ’ આ વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મોમાંની એક છે. ફિલ્મ આ મહિનાના અંતમાં રિલીઝ થવાની છે છતાં અત્યાર સુધી એનું ટ્રેલર રજૂ કરવામાં આવ્યું નહોતું. હવે નિર્માતાઓએ નવું પોસ્ટર શૅર કરીને ટ્રેલરની તારીખની જાહેરાત કરી છે. મેકર્સ દ્વારા શૅર કરવામાં આવેલી માહિતી અનુસાર ‘ટૉક્સિક’નું ટ્રેલર ૮ ઑગસ્ટે રિલીઝ થશે. યશે સોશ્યલ મીડિયા પર પોસ્ટર શૅર કરતાં લખ્યું હતું કે, ‘કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે... ‘ટૉક્સિક’નું ટ્રેલર ૦૮-૦૮-૨૦૨૬ના રોજ આવી રહ્યું છે. ‘ટૉક્સિક : અ ફેરીટેલ ફૉર ગ્રોન અપ્સ’ 
૨૬-૦૮-૨૦૨૬થી દુનિયાભરનાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.’

OTT જંક્શન



વરુણ ધવન, મૃણાલ ઠાકુર અને પૂજા હેગડેને લીડ રોલમાં ચમકાવતી ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ 
રોમૅન્ટિક-કૉમેડી ફિલ્મ છે જે પ્રેમ, લગ્ન, સંબંધો અને એમાંથી ઊભી થતી ગૂંચવણો પર આધારિત છે. ફિલ્મમાં જસવિન્દર અને બાનીનાં લગ્ન ફૅમિલી-પ્લાનિંગ વિશેની અલગ-અલગ વિચારસરણીને કારણે તૂટી જાય છે. છૂટાછેડા બાદ જસવિન્દરના જીવનમાં પ્રીતની એન્ટ્રી થાય છે અને બન્ને એકબીજાના પ્રેમમાં પડે છે. જોકે વાર્તામાં મોટો વળાંક ત્યારે આવે છે, જ્યારે જસવિન્દરની ભૂતપૂર્વ પત્ની બાની અને તેની ગર્લફ્રેન્ડ પ્રીત બન્ને એકસાથે ગર્ભવતી થાય છે. આ પછી જ જસવિન્દર ગેરસમજ અને ફૅમિલી-ડ્રામાના ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે અને આ સ્થિતિને ફિલ્મ મનોરંજક અંદાજમાં રજૂ કરે છે. ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ ઝી5 પર સ્ટ્રીમ થઈ રહી છે.


૧૫ ઑગસ્ટે પ્રીમિયર થશે ઓપરેશન સિંદૂર પર બનેલી ડૉક્યુમેન્ટરીનું

‘ઑપરેશન સિંદૂર’ પર આધારિત નવી ડૉક્યુમેન્ટરી ટેલિકાસ્ટ કરવાની જાહેરાત કરવામાં આવી છે. શુક્રવારે ડિસ્કવરી ચૅનલ ઇન્ડિયાએ ‘ડીક્લાસિફાઇડ-ઑપરેશન સિંદૂર’ નામની ડૉક્યુમેન્ટરીની સત્તાવાર જાહેરાત કરી હતી. આ ડૉક્યુમેન્ટરી પહલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતે કરેલી લશ્કરી કાર્યવાહીની યોજના, એના અમલ અને એના પ્રભાવ પર આધારિત હશે.
‘ઑપરેશન સિંદૂર’ પરની ડૉક્યુમેન્ટરી સિરીઝનું પ્રીમિયર સ્વાતંત્ર્ય પર્વના અવસરે કરવામાં આવશે. આ સિરીઝ ૧૫ ઑગસ્ટે ડિસ્કવરી અને ડિસ્કવરી પ્લસ પર પ્રસારિત થશે. એનો પ્રથમ ભાગ રાત્રે ૯ વાગ્યે અને બીજો ભાગ રાત્રે ૧૦ વાગ્યે દર્શાવવામાં આવશે.
આ વિશિષ્ટ ડૉક્યુમેન્ટરીમાં ભારતના લશ્કરી નેતૃત્વના પ્રતિનિધિઓ, મેદાનમાં ફરજ બજાવનારા જવાનો, સંરક્ષણ નિષ્ણાતો અને પત્રકારોના અનુભવો રજૂ કરવામાં આવશે. એના માધ્યમથી દર્શકોને ૮૮ કલાક સુધી ચાલેલા સંઘર્ષ દરમ્યાન પડદા પાછળ ચાલેલા ઑપરેશનની દુર્લભ ઝલક જોવા મળશે. પહલગામ આતંકી હુમલા બાદ ભારતે આપેલા જવાબને આ સિરીઝમાં વિગતવાર રજૂ કરવામાં આવશે. એમાં શરૂઆતની વ્યૂહાત્મક ચર્ચાઓ, લશ્કરી તૈયારીઓ, ‘ઑપરેશન સિંદૂર’ શરૂ કરવાનો નિર્ણય અને એને સફળતાપૂર્વક અંજામ આપવાની સમગ્ર પ્રક્રિયાને આવરી લેવામાં આવી છે.


લારા દત્તાનું ફ્રેન્ચ રિવેરામાં ફૅમિલી-વેકેશન

લારા દત્તા હાલમાં પતિ મહેશ ભૂપતિ અને દીકરી સાયરા સાથે ફ્રાન્સના સુંદર ફ્રેન્ચ રિવેરામાં ફૅમિલી-વેકેશનની મજા માણી રહી છે. લારાએ સોશ્યલ મીડિયામાં પરિવાર સાથે વિતાવેલી યાદગાર પળોની અનેક તસવીરો શૅર કરી છે. આ તસવીરોમાં લારાએ દીકરી સાયરા સાથે પોઝ કરતી તેમ જ દરિયાકિનારા અને આસપાસના મનમોહક નજારાઓની તસવીરો પણ શૅર કરી છે. એક તસવીરમાં આખો પરિવાર બીચ પર સાથે જોવા મળે છે.

અંકિતા લોખંડેના હસબંડ વિકી જૈનની પ્રોડ્યુસર તરીકેની નવી ઇનિંગ્સ

જન્મદિવસે ટાઇગર શ્રોફને લઈને બિગ બજેટ ઍક્શન ફિલ્મ બનાવવાની જાહેરાત કરી 

ટીવી-ઍક્ટ્રેસ અંકિતા લોખંડેના પતિ અને ઉદ્યોગપતિ વિકી જૈને ગઈ કાલે પોતાની ૪૦મી વર્ષગાંઠે નિર્માતા તરીકેની નવી ઇનિંગ્સની શરૂઆત કરીને પોતાના પ્રોડક્શન હાઉસ ‘વીજે ફ્રેમ્સ’ની જાહેરાત કરી છે. આ બૅનર હેઠળ બનનારી પહેલી ફિલ્મ મોટા બજેટની ઍક્શન ફિલ્મ હશે. ફિલ્મનું ટાઇટલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. જાણીતો કોરિયોગ્રાફર અને ડિરેક્ટર રેમો ડિસોઝા આ ફિલ્મનું ડિરેક્શન કરશે.
આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ, અભિષેક બૅનરજી અને એલ્વિશ યાદવ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. ટાઇગર પોતાની ધમાકેદાર ઍક્શન અને સ્ટન્ટ્સ માટે જાણીતો છે, જ્યારે અભિષેક કૉમિક ટાઇમિંગ માટે લોકપ્રિય છે. આ સિવાય યંગસ્ટર્સમાં લોકપ્રિય કન્ટેન્ટ ક્રીએટર એલ્વિશ યાદવ પણ આ ઍક્શન ડ્રામાનો ભાગ બનશે. આ પ્રોજેક્ટનું શૂટિંગ પહેલી ઑગસ્ટથી સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે.

Whatsapp-channel Whatsapp-channel

03 August, 2026 02:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK