મંગળવારે સોનમ કપૂરની ૪૧મી વર્ષગાંઠ હતી. સોનમે મુંબઈમાં પરિવારજનો અને નજીકના મિત્રો સાથે આ દિવસની ખાસ ઉજવણી કરી હતી
ઉજવણીની મનમોહક તસવીર
મંગળવારે સોનમ કપૂરની ૪૧મી વર્ષગાંઠ હતી. સોનમે મુંબઈમાં પરિવારજનો અને નજીકના મિત્રો સાથે આ દિવસની ખાસ ઉજવણી કરી હતી. થોડા સમય પહેલાં બીજી વખત મમ્મી બનેલી સોનમે આ અવસર પર પોતાના બન્ને દીકરાઓ અને કઝિન ભાઈ-બહેનો સાથે આનંદભેર પાર્ટી માણી હતી. આ ઉજવણીની તસવીરો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી છે. સોનમે આ સેલિબ્રેશનમાં લાલ રંગનો ફ્લોરલ ડ્રેસ પહેર્યો હતો.
આયુષ્યમાન ખુરાના માણી રહ્યો છે નેપાલમાં ફૅમિલી-વેકેશન
ADVERTISEMENT


આયુષ્માન ખુરાના હાલમાં પોતાના પરિવાર સાથે નેપાલમાં વેકેશનનો આનંદ માણી રહ્યો છે. ગઈ કાલે તેની તાહિરા કશ્યપે સોશ્યલ મીડિયા પર આ સુંદર પ્રવાસની કેટલીક તસવીરો શૅર કરી હતી. તસવીરોમાં આયુષ્માન, તાહિરા અને તેમનાં બાળકો પ્રકૃતિ વચ્ચે આનંદની પળો વિતાવતા જોવાં મળે છે.
