Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એશા દેઓલ પ્રતાપથી ફિલ્મી પડદે કમબૅક કરવા તૈયાર

એશા દેઓલ પ્રતાપથી ફિલ્મી પડદે કમબૅક કરવા તૈયાર

Published : 29 October, 2026 10:48 AM | Modified : 29 October, 2026 11:21 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મના નિર્માતાઓએ એશાના પાત્ર પૂનમનું પોસ્ટર પણ રિલીઝ કર્યું છે. પૂનમની વાર્તા જીવનમાં અચાનક આવતા વળાંકો અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં સામે આવતી આંતરિક શક્તિને દર્શાવે છે. ‘પ્રતાપ’માં પૂનમનું પાત્ર એ વાત તરફ ઇશારો કરે છે.

એશા દેઓલ

એશા દેઓલ


ધર્મેન્દ્ર દેઓલ અને હેમા માલિનીની દીકરી એશા દેઓલ ફિલ્મ ‘પ્રતાપ’ સાથે ફિલ્મી પડદે કમબ‌ૅક કરવા તૈયાર છે. આ ફિલ્મના નિર્માતાઓએ એશાના પાત્ર પૂનમનું પોસ્ટર પણ રિલીઝ કર્યું છે. પૂનમની વાર્તા જીવનમાં અચાનક આવતા વળાંકો અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં સામે આવતી આંતરિક શક્તિને દર્શાવે છે. ‘પ્રતાપ’માં પૂનમનું પાત્ર એ વાત તરફ ઇશારો કરે છે કે ઘણી વાર જીવનમાં આવતો એક વળાંક વ્યક્તિની આખી વિચારધારા બદલી નાખે છે.

‘પ્રતાપ’માં એશા દેઓલ સાથે અમિત સધ, તિગ્માંશુ ધુલિયા, સીમા બિસ્વાસ અને મિલિન્દ ગુણાજી પણ મહત્ત્વની ભૂમિકાઓમાં જોવા મળશે. આ ફિલ્મ ૨૦ નવેમ્બરે રિલીઝ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

29 October, 2026 11:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK